________________
૧૧૦
ધરતી માતા
જણાઈ આવે છેકે, એ પાક વધુ ને વધુ નિર્માલ્ય થતા જાય છે, અને એ પાક ખાનાર ઢોર-ઢાંખ અને માણસાનું આરોગ્ય પણ એટલે અંશે જોખમાતું જાય છે. જીવનેાપયાગી વસ્તુને જડ જથ્થાના ધેારણે આંકવાની ન હાય; તે વસ્તુ જીવનને કેટલે અંશે સુદૃઢ અને કાર્યક્ષમ બનાવે છે, એ ઉપરથી જ એની કિંમત આંકી શકાય અને આ પુસ્તકનાં આગળનાં પાનામાં એ જ વસ્તુ ઠોકી ઠોકીને કહેવામાં આવી છે.
કૃત્રિમ ખાતરોવાળાની બીજી દલીલ એ છે કે, છેડને જોઈતાં પોષક દ્રવ્યા કુદરત નિશ્ચિત થઈ શકે તે માત્રામાં પૂરાં નથી પાડતી. પરંતુ જ્યાં કુદરતને પેાતાના માર્ગ લેવા દેવામાં આવે છે, ત્યાં આવે હિસાબ રાખવાની જરૂર જ નથી પડતી; કારણ કે, કુદરતના ભંડાર ત એવા વિપુલ હોય છે કે, છેાડ જેટલું લઈ શકે તે કરતાં પણ વધુની જોગવાઈ તેની આસપાસ જ તૈયાર હોય છે. આવી બધી માપી – તાળીને પોષક દ્રવ્યો પૂરાં પાડવાની વાત તો માણસે બગાડેલી અને ચૂસી ખાધેલી જમીનને માટે જ છાજે છે. અને કૃત્રિમ ખાતરવાળા પણ કયાં દરેક ખેતરના દરેક ઈંચની તપાસ કરીને ગણતરીબંધ પાષક દ્રવ્યો નક્કી કરી આપે છે? જમીન એ જીવંત વસ્તુ છે, જડ ઢેકું નથી કે જેથી એકાદ જગાએથી લીધેલી માટી ઉપરથી આખા વિસ્તારની તાસીર નક્કી થઈ શકે. શરીરમાં એક જગાએ ફોલ્લા થયા હોય, તે ઉપરથી આખા શરીરને એક ફોલ્લા ન ગણી શકાય એમ ! ખેતરના એક છેડો ધાવાણથી નિર્માલ્ય થઈ ગયા ાય; અને બીજો છેડો પાસેના ઝાડ ઉપરથી ગરતાં પાંદડાં વગેરેથી કે પાસે ઢોર-ઢાંખ ફરતાં રહ્યાં હોવાથી ભરપટ્ટે હ્યૂમસવાળા પણ રહ્યો હાય.
અને એ લોકોની ત્રીજી દલીલ તે છેક જ પાયા વગરની છે. જ્યાં આગળ જમીનને યોગ્ય વળતર પાછું વાળી સ્વસ્થ સ્થિતિમાં રાખવામાં આવી હોય છે, ત્યાં પાકના એક વધુ ઉતાર સહેલાઈથી લઈ શકાતા હાય છે. કારણ કે ફળદ્રુપ જમીનમાં છેડ વહેલા ઊછરે છે; અને વહેલા ફળ આપવા લાગે છે.