________________
જમીનના રંગો
૫૯ આવી જમીનમાં હવા કે પાણી અંદર ઊતરી શકતાં નથી. ઉત્તર ભારતમાં આ સ્થિતિ આબેહવાને કારણે જ જમીનના બંધારણમાં થતા ફેરફારોને લીધે પેદા થાય છે. તેને કારણે ગુંદરિયા રજકણો નાશ પામી જતાં સંયુક્ત રજકણો છૂટા પડી જાય છે. તેઓ એવા બારીક અને સૂક્ષ્મ હોય છે કે, પાણી સાથે ભળતાં તેઓ ચીકાશવાળું એવું મિશ્રણ પેદા કરે છે કે, જયારે પાણી સુકાય છે ત્યારે જમીન ચાટીને સખત બની જાય છે. તે જમીનને ખેડવી કે અંદર પાણીનું પેસવું મુશ્કેલ બની રહે છે. આવી જમીનો ઘણી જની હોય છે, તેઓ કદી ખેતી હેઠળ આવી હોતી નથી.
આમ કુદરતી રીતે પેદા થતા ઊખર પ્રદેશો ઉપરાંત ખેતીની ભૂલભરેલી પદ્ધતિથી પણ આવા ઊખર પ્રદેશો પેદા થાય છે. તેવી ભૂલભરેલી પદ્ધતિઓમાંની મુખ્ય નીચે પ્રમાણે છે :
(૧) નહેરનું પાણી વધારે પડતું વાપરવું : એમ કરવાથી જે ગુંદરિયા કણો જમીનના સંયુકત રજકણોને જોડી રાખતા હોય છે, તે છૂટા પડી જતાં, ઉપર જણાવ્યા પ્રમાણે જમીનની છિદ્રાળુતાને નાશ થાય છે, અને તેથી અંદર ઑકિસજન જ થાય છે.
(૨) એક જ જમીનમાંથી ચાલુ ને ચાલુ પાક લીધા કરવો : એક જ જમીનમાંથી ચાલુ પાક લીધા કરવામાં આવે અને જમીનમાં પૂરતું ધૂમસ પાછું ઉમેરાતું રહે છે કે નહીં તેનો ખ્યાલ રાખવામાં ન આવે, તે જમીન ઊખર બનવા માંડે છે. ગંગાનદીનાં મેદાનમાં આને ભય વધુ રહેલો છે. કારણ કે, એ જમીનમાં સૂમસ બહુ ઓછું હોય છે, અને જંતુઓની પરિસ્થિતિ ત્યાં એવી છે કે તેઓ જમીનમાંના સેન્દ્રિય પદાર્થો અમુક ઋતુઓમાં વધુ પ્રમાણમાં ખાઈ નાખે છે. વળી હવામાન અતિ નીચેથી એકદમ અતિ ઊંચું થઈ જાય છે, તથા તદ્દન સૂકી આબોહવા ઉષ્ણકટિબંધની એકદમ ભેજવાળી આબોહવામાં બદલાઈ જાય છે. એટલે જમીનની જાળવણીમાં સહેજ પણ ભૂલ થાય, તે જમીનમાંનું મસ