________________
ધરતી માતા પેલેસ્ટાઈન એક વખત કીમતી જંગલો અને ફળદ્રુપ ચરાણ જમીનથી છવાયેલો પ્રદેશ હો, તથા ત્યાંની આબોહવા ઠંડી તથા સમશીતોષ્ણ હતી. અત્યારે તેના પર્વત ખુલ્લા થઈ ગયા છે, નદીઓ લગભગ સુકાઈ ગઈ છે અને પાકનું ઉત્પાદન તો છેક જ ઘટી ગયું છે.
ઉપરના દાખલાઓથી સમજાશે કે, જમીનનું ધોવાણ કેટલા વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે, તથા તેથી કેવું ગંભીર નુકસાન થયે જાય છે. તેનું મૂળભૂત કારણ જમીનનો દુરુપયોગ છે,–જેને લીધે જમીનનાં ફળકા રજકણોને જોડી રાખનારા ગુંદરિયા રજકણો નાશ પામે છે.
એના ઉપાયો વિચારતી વખતે પણ એ પ્રશ્નનું વાસ્તવિક સ્વરૂપ પિછાનવાની જરૂર છે – અર્થાત નદીના મૂળ તરફના પ્રદેશમાં જંગલો અને ઘાસનું ઢાંકણ ફરીથી ઊભું કરવું જોઈએ; તે જ વરસાદનું પાણી ત્યાંની જમીનો ધતું અટકે તથા ત્યાંની જમીનમાં પૂરતું ચુસાય અને ઊંડું ઊતરે. તેથી નીચેના પ્રદેશમાં પૂર અને પુરાણને ભય પણ ઓછો થાય કે દૂર થાય.
૨. ખાર જામ જમીનને જ્યારે સતત કિસજન મળતો બંધ થાયત્યારે ત્યાં ઊગેલો છોડ એ જમીનમાંથી પોષણ મેળવી શકતો નથી. એ જમીન મૃત બની જાય છે. તેમાંથી કોઈ છોડ કે પાક કંઈ રસ ખેંચી શકતા નથી. જો એ જમીનને એવી ને એવી રહેવા દેવામાં આવે, તો એ સ્થિતિ કાયમની બની જાય છે.
પૃથ્વી ઉપરના ઉષ્ણકટિબંધમાં કે અર્ધ-ઉષ્ણકટિબંધમાં આવેલા કેટલાક પ્રદેશમાં આવેલી જમીનોમાં ખેતી કરવી મુશ્કેલ હોય છે અથવા ખેતી કરી શકાતી જ નથી. કારણ કે, એ જમીનમાં સલફેટ, કલોરાઈડ, કાર્બોનેટ ઓફ સોડિયમ વગેરે દ્રાવ્ય ક્ષારો બહુ ભેગા થઈ જાય છે. એવા પ્રદેશે ઊખર પ્રદેશો તરીકે ઓળખાય છે. મધ્ય એશિયા, ભારત, ઇરાન, ઇરાક, ઇજિપ્ત, ઉત્તર આફ્રિકા, અને અમેરિકામાં આવા ઊખર પ્રદેશો સામાન્ય છે.