________________
પાકને થતા રોગો
૬૭
પરંતુ પછી કકે ઉગાડતા બગીચા સાથે ઢોરઢાંખના વાડાઓ રાખવાનું શરૂ કરવામાં આવતાં તથા વનસ્પતિ તથા છાણમૂત્રનું કૉ પાસ્ટ તૈયાર કરી જમીનમાં ઉમેરવામાં આવતાં, ફરી પાછા એ જ બગીચા સારો પાક આપવા લાગ્યા છે.
આમ, પાકના રોગા મેાકલીને કુદરત આપણને ચેતવણી આપે છે કે, તમે જમીનને કેવળ ચૂસ્યા કરો એ ઠીક નથી; તમારે તેમાં સે ંદ્રિય ખાતર પૂરતા રહી તેની જાળવણી કરતા રહેવું જોઈએ.
૫. ૩
રૂના છેાડ પતે એટલેા તાકાતભર છે કે તેને ખેતીની કોઈ વિશિષ્ટ પદ્ધતિઓની જરૂર પડતી નથી. ઉપરાંત તે છેાડ પોતાના રૂના રેસા વાતાવરણના ગૅસા અને જમીનમાંના પાણીમાંથી બનાવી લેતા હોવાથી, જમીનની ફળ પતાને વિશેષ ખાઈ નાખતા નથી. ઉપરાંત સુકાઈ ગયેલા છેડની સાટી કાઢી લેતા પહેલાં એ છેડનાં પાન તથા ફૂલ જમીન ઉપર જગરી પડતાં હેાવાથી, તથા તેનાં મૂળ જમીનમાં જ રહેતાં હાવાથી, અને તેનાં બી બળદ તથા બીજાં ઢોરઢાંખના પેટમાં થઈ છાણ રૂપે જમીનને જ પાછાં મળતાં હાઈ. જમીનને પૂરતું ઘૂમસ મળી રહે છે. વળી કપાસના બે ચાસ વચ્ચે કરાતી આંતર-ખેડ ફૂલ બેસે એટલે બંધ કરાતી હાવાથી, જમીન ઉપર જે ઘાસ વગેરે છવાઈ રહે છે, તે પછીની ખેડ વખતે જમીનમાં જ દબાતું હોઈ, જમીનને હ્યૂમસ મળી રહે છે.
એટલે જમીન ખૂબ જ નબળી ન પડી ગઈ હોય, તે। આ છેડને રોગો ખાસ નુકસાન કરી શકતા નથી. છતાં જ્યાં રોગા નુકસાન કરી જતા માલૂમ પડે, ત્યાં કપાસ વાવવાની આધુનિક પદ્ધતિની જ કંઈક ભૂલ થતી હાવી જોઈએ, એમ માનવું રહ્યું.
રૂની ખેતી દ્વીપકલ્પની કાળી જમીનામાં મુખ્યત્વે થાય છે; અને બીજી ઉત્તર-પશ્ચિમમાં ગંગાનદીના મેદાન-પ્રદેશામાં ઠલવાયેલા કાંપના