________________
ધરતી માતા જોડાયેલા રાખવા જ જોઈએ, જેમના છાણમૂત્રથી પુષ્કળ કૉપિસ્ટ તૈયાર કરી જમીનમાં પૂરી શકાય. એમ કરીએ તો કત્રિમ ખાતર અને જંતુનાશક છાંટણાંનું ખર્ચ કરવાનું પણ મટી જાય અને પાક પણ મબલખ ઊતરે.
૩, ચા ચાના છોડ ઉપર જંતુઓના તેમજ ફૂગના રોગો થતા રહે છે. પરંતુ તેમનાથી ગણતરીમાં લેવું પડે તેવું નુકસાન થતું નથી. કૉફી કરતાં ચાને છોડ સામાન્ય રીતે એટલો વધુ તાકાતવાળો હોય છે.
પરંતુ ચાના છોડનેય ઘાતક રોગો લાગુ પડતા જ નથી એમ નથી. અને જ્યારે જ્યારે એ રોગને સામને જંતુનાશકો વગેરે દ્વારા કૃત્રિમ રીતે કરવામાં આવ્યો છે, ત્યારે પરિણામ શુન્યમાં જ આવ્યું છે. ચાનો છોડ પ્રાચીન જંગલની હ્યુમસ ભરપૂર ધરતીને છોડ છે. જ્યાં સુધી જમીનમાં સૂમસ હોય છે, ત્યાં સુધી એ છોડ બધા રોગોનો સામનો કરી શકે છે. એટલે ચાના દરેક બગીચા સાથે ઢોરઢાંખના વાડા રાખી, તેમના છાણમૂત્રથી કોપેસ્ટ તૈયાર કરતા રહી એ છોડને આપતા રહેવું જોઈએ; તથા પાણીના નિકાલ જલદી થઈ જાય તેવી નાળો તૈયાર રાખી જમીનની છિદ્રાળુતા કાયમ રાખવી જોઈએ.
૪. કર્ક (કેકે-ચોકલેટને છોડ) વેસ્ટ ઇંડિઝમાં કકેના પાકને ફૂગને એક રોગ લાગુ પડતાં ગંભીર કટોકટી સરજાઈ છે. પરંતુ એક બગીચામાં પરિણામ સારું આવતું જોઈ તેની તપાસ કરતાં માલુમ પડ્યું કે, તેને અનુભવી માલિક કૉપસ્ટ ખાતર જમીનમાં ભરપટ્ટે પૂરતે રહેતો હતો.
વેસ્ટ ઇન્ડિઝમાં, પ્રથમ તે, જમીન તાજેતરમાં જંગલો કાપીને મેળવી હોવાથી ત્યાંની જમીનમાં સૂમસ ખૂબ હોઈ, પાક સારો ઊતરતો હતો. પણ એ સૂમસ વપરાઈ જતાં અને નવું ઉમેરતા રહેવાની કાળજી રખાતી ન હોવાથી, છેવટે હિસાબ ચૂકતે કરવાનો આવ્યો અને આખો ધંધો ખોરવાઈ ગયો.