________________
ધરતી માતા વનસ્પતિનો ઉગાવો ખેતી માટે જમીન ઉપરથી બંધ કરાયો હોય છે, તેની ભરપાઈ થઈ રહે છે. અલબત્ત, ઘણી વાર આ ભરપાઈ બહુ અધૂરી હોય છે.
પરંતુ આ લાંબાગાળાની ડખલગીરી ઉપરાંત પાશ્ચાત્ય ખેતીમાં અને મોટા ભાગની બગીચા અને વાડીની ખેતીમાં ફળદ્રુપતાનું ચક્ર જાળવી રાખવામાં વાર્ષિક, મોસમી, અને રોજિંદી ભૂલો કરાતી હોય છે. એ ભૂલો અજાણમાં કરાતી હોય છે, પરંતુ ત્યાં આગળ જ વધુ જોખમ રહેવું છે. પ્રથમ તો વનસ્પતિજ અવશેષે જમીનમાં વફાદારી અને ચીવટપૂર્વક પાછા વાળવામાં આવતા નથી; કેટલીક વાર તેમને બાળી નાખવામાં આવે છે. અને કેટલીક વાર ઔદ્યોગિક અને બીજા હેતુઓ માટે તેમને ત્યાંથી ઉપાડી લઈ જવામાં આવે છે. વળી દશકાઓ સુધી શહેરના કચરામાં તેઓ દટાયેલા રહે છે. માનવોનાં મળમૂત્ર તે ગટરોમાં ધોઈ કાઢવામાં આવે છે, ત્યારે પાળેલાં ઢોર-ઢાંખનાં છાણ-મૂતર કાં તે બહુ ઓછાં હોય છે અથવા તેમને ઉકરડાના ઢગલામાં ભેગાં કરવામાં આવે છે. ઉકરડાની પદ્ધતિ અથવા રીત ગમે તેટલી જૂની હોય, તે પણ ખેતીની દૃષ્ટિએ બહુ હાનિકારક છે. આ બધી કામગીરીની અસરો એકઠી થતી જાય છે અને શું પરિણામ આવે છે, તેનું કંઈક ચિત્ર આગળનાં પાનાંમાં આવી ગયું છે.
ફૉફેટને પ્રત ખાતર પૂરવાની બાબત માત્ર જમીનના ઉપરના પડ સાથે જ રાંકલિત નથી; તેને નીચેની આંતર-જમીન સાથે પણ લેવાદેવા છે. ખાતર અંગેની કોઈ પણ વિચારણામાં ખનિજ દ્રવ્યોનું અભિસરણ આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચે થતું રહે એ અગત્યની બાબતનો ખ્યાલ રાખવો જ જોઈએ
આપણે અત્યારે જ્યાં ખેતી કરીએ છીએ, એમાંની મોટા ભાગની જમીનો પહેલાં જંગલ હેઠળ હતી, એ વાત આપણે સમજી રાખવી જોઈએ. અને આપણે ખેતી હેઠળની કે ગોચર જમીનને થોડાં વર્ષ