________________
પ્રકાશકનું નિવેદન સ્વદેશીનું વ્રત એ કોઈ પણ દેશ કે પ્રજા માટે પ્રાણાધાર ગણાય તેવું વ્રત છે. તેને ત્યાગ કરીને કોઈ પણ દેશ જીવતે રહેવા માગે કે પ્રગતિ સાધી શકે એ અશક્ય વસ્તુ છે. ગાંધીજીએ પણ સૈકાઓથી ભાગી પડેલા ભારત દેશને ઊભું કરવા સૌથી પહેલું પરદેશી કાપડનો બહિષ્કાર કરવાનું– અરે, પરદેશી કાપડની હોળી કરવાનું પગલું ભરાવ્યું હતું. અને પરદેશી કાપડને ગરીબ-ગુરબાને વહેંચી દેવાને બદલે બાળી નાખવાનું તેમણે સૂચવ્યું, તેથી કવિવર રવીન્દ્રનાથ ટાગેરે ગાંધીજીની બહુ આકરી ટીકા કરી હતી.
પરંતુ વ્યોમવિહારી કવિ કરતાં ગાંધીજી વધુ વ્યવહારુ તથા ધરતીની વધુ નજીક રહેનારા પુરુષ હતા, એટલે તે પોતાના નિશ્ચયમાંથી ડગ્યા નહીં. ગરીબોને મદદ કરવા માટે પણ પોતે જે કાપડને દૂષિત- ત્યાય ગયું હોય તેવું કાપડ આપવું, એ કેટલે દરજજે ઉચિત ગણાય? કોઈ ગરીબની ભૂખ ખરેખર સંતોષવી જ હોય, તો તેને વાસી – ગંધાતું – ઉકરડે ફેંકી દેવા જેવું ખાવાનું આપી શકાય ખરું?
આજકાલ, અને ચક્કસ કહીએ તે ગાંધીજીના ગયા પછી, દેશમાંથી સ્વદેશી ની ભાવનાને સદંતર જાકારો આપવામાં આવ્યો છે. હવે તો ઘઉં, ખાવાનું તેલ, કઠોળ, ખાંડ અને રૂ જેવી સામાન્ય વપરાશની ચીજો પણ પરદેશથી મંગાવવામાં આવે છે. આપણા દેશનું આયોજન એ ઢબે ચાલે છે. કોઈ પણ વસ્તુ દેશમાં જ ઉત્પન્ન ન કરી શકાય, ત્યાં સુધી તે વસ્તુ વિના જ ચલાવી લેવું, પણ પરદેશથી તે વસ્તુ ન મંગાવવીએવું તો કોઈ વિચારતું જ નથી. અરે, હવે તે ચલણી રૂપિયાનો સિક્કો અને તેથી ઓછી કિંમતનું ફુટકળ પરચૂરણ પણ પરદેશથી આયાત કરવામાં આવે છે.