________________
પાકને થતા રોગો જમીનો ઉપર ખેડ કરતા આવેલા પ્રાચીન ખેડૂતોના અનુભવને અને પરંપરાને તિલાંજલિ આપી દીધી છે. અત્યારના નવા ઊભા થયેલા
ખાર-પ્રદેશો એવી પદ્ધતિ અખત્યાર કરવાનું પરિણામ છે, જે પદ્ધતિઓને પ્રાચીન લોકો નુકસાનકારક જ ગણતા હતા.”
પાકને થતા રેગે
મીન ઉપર થતા પાકને લાગુ પડતા રોગોના ઘણા પ્રકાર છે. પાકને રસ ચૂસીને ફાલનારી ફૂગ અને જંતુઓ તેમાં સૌથી વધુ સામાન્ય છે. આમાંના ઘણા રોગો યુગોથી ચાલતા આવ્યા છે, અને અત્યારની ખેતીને જ લગતા છે એમ નથી.
અત્યારની ખેતીને જે નવા રોગ લાગુ પડ્યા છે, અને જે અંગે વૈજ્ઞાનિક સંશોધન કર્યા કરે છે, તે કાન-શિયાળ જેવી “ઇલવર્મ” ઇયળો, ચેપ લાવનાર જંતુઓ “વાઇરસ”, તથા છોડની પ્રજનનશાક્તને લગતા છે. રાસાયણિક ખાતરોવાળી આધુનિક ખેતીમાં આ છેલું લક્ષણ નવું જોવા મળે છે. દરેક વખતે એ ખેતી માટે પાકની નવી નવી જાતો લાવીને વાવવી પડે છે; જૂની જાત નપુંસક-વંધ્ય બની જાય છે. ફરી વાવવા માટે તે કામમાં લઈ શકાતી નથી. ત્યારે પ્રાચીન પદ્ધતિથી થતી ખેતીમાં એક જ જાત સૈકાથી વવાતી ચાલી આવે છે: હરવખત નવી શોધવાની જરૂર પડતી નથી.
આધુનિક વૈજ્ઞાનિકોનું પાકના રોગો અંગેનું સંશોધન નિરર્થક નીવડયું છે, એટલું જ નહિ પણ, તે સમય–શક્તિ–પૈસા બરબાદ કરનારું તથા જમીન અને તેના ઉપર થતા પાક તથા તે પાક ખાનારને નુકસાન કરનાર પણ નીવડ્યું છે. વૈજ્ઞાનિકો પાકના છોડને જીવંત વસ્તુ ગણવાને બદલે તથા આપણી પેઠે તેના આરોગ્યની ખેવનામાં પડવાને