________________
૧૦૦
ધરતી માતા
ગયેલી જમીનમાં પાક ઉગાડવા માટે પૂરતું ઉપયાગી કે સહીસલામત ન નીવડે. એટલે ખાતર પૂરેપૂરું માટી જેવું તૈયાર થયેલું જ પસંદ કરાતું હાય, અને કરાવું પણ જોઈએ, તે તેવું ખાતર તૈયાર કરવા માટે ખરાબ દેખાવના, દુર્ગંધ મારતો, કીડાઓથી ખદબદતા, અને માખી
નું સ્વર્ગ ગણાય એવા છાણના જે ઉઘાડા ઉકરડો નાખવાની રીત છે, તે ખૂબ જ જોખમકારક અને હાનિકારક ગણવી જોઈએ. આ ગંદી રીત જમાનાથી ચાલતી આવેલી ભલે હાય, પણ તેની કાર્યક્ષમતાની કે હાનિકારકતાની બાબત તપાસ કરતાં અચકાવું જોઈએ નહિ.
એક તે। આ પદ્ધતિ કુદરતી નથી. કુદરત પ્રાણીઓના મળના આ રીતે ઢગલા કરતી નથી. ઢોર-ઢાંખ ફરતાં ફરતાં ચરવાની તેમની ટેવ મળેાત્સર્ગ અનુસાર ગાચર જમીન ઉપર દૂર દૂર – છૂટો છવાયો જ– કરતાં હેાય છે. ચરનારાં ઢોર પાતે જેના ઉપર મળ-મૂત્ર કર્યાં હોય છે તે ભાગનું ઘાસ ચરતાં પણ નથી, એ જોઈને જ આપણને જરૂરી સૂચના મળી જવી જોઈતી હતી. ઘેાડા ખાસ કરીને પોતાનાં મળમૂત્રથી ખરડાયેલા ઘાસને સૂંઘતા પણ નથી. કુદરતમાં કયાંય ( દરિયાઈ પંખી, જેમને માળા કરવાની જગા બહુ તેમનાં સ્થળેા બાદ કરતાં) મળ-મૂત્રને ઢગલા કરાતા
(થાડાં
ટાંચી હોય છે, આપણને જોવા
નહિ મળે.
વાત એમ છે કે, છાણ-મૂતરને આ રીતે ઘણા મહિનાઓ સુધી ઢગલા કરવાની રીતથી ઓછામાં ઓછી ત્રણ નુકસાનકારક પ્રક્રિયાઓ અમલમાં આવે છે:
પ્રથમ તો, એ ઢગલામાંનાં કીમતી તત્ત્વાને કેટલેાય હિસ્સા વરસાદના પાણીથી ધાવાઈ જાય છે. – જાણે શરીરની ધારી નસ કાપીને ખુલ્લી કરી રાખી હાય અને લેાહી શરીરમાંથી વહી જાય એમ. છતાં આ જાતની બેદરકારી ચીન દેશ સિવાય બીજા બધા દેશામાં જોવામાં આવે છે. ખેડૂતને જો આમ કીમતી તત્ત્વા વહી જવા દેવાં જ હાય, તે પછી તે તેમને મહેનત કરીને એકઠાં શા માટે કરે છે?