________________
કપોસ્ટ તૈયાર કરવાની ઈર-પદ્ધતિની ટીકા ૧૦૭ અપનાવવામાં આવે છે; પરંતુ બધીનું હાર્દ એક જ છે : અવશેષોના એ ઢગલામાં હવા અને ભેજની મદદથી જંતુઓની પ્રક્રિયા થવા દેવી અથવા શરૂ કરવી. કદી ભૂલતા નહીં કે, જંતુઓ એ કચરામાંથી કોં પેસ્ટ તૈયાર કરે છે, માણસ નહીં ! જંગલોની ધરતી ઉપર કે કૉપસ્ટ માટેના ઢગલામાં પહેલેથી છેલ્લે સુધી એ જંતુઓ જ આપણને કીમતી સૂમસ તૈયાર કરી આપે છે કૉપોસ્ટ તૈયાર કરવાની કળા, એ જંતુઓ વધુમાં વધુ તીવ્રપણે, કાર્યક્ષમતાથી અને ઉતાવળથી પોતાનું કામકાજ કરતાં થાય, તે માટેની પરિસ્થિતિ ઊભી કરવામાં જ રહેલી છે.
ઇંદોર-પદ્ધતિથી તૈયાર થતું કેપેસ્ટ બીજી કોઈ પણ પદ્ધતિથી તૈયાર થતા પ્રથમ વર્ગના કૉપસ્ટ જેવું જ હોય છે. તેને માટે કોઈ પેટંટ લેવામાં આવ્યા નથી; તેમજ તેને અંગે કશી ગુપ્તતા જાળવવામાં આવતી નથી. અલબત્ત, બજારમાં તેના અનુકરણમાં ઘણી પેટંટ બનાવટો મૂકવામાં આવી છે, જેમાં ઘણી જાદુઈ મિલાવટો અને કારીગરી દાખલ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે! ઈદોર-પદ્ધતિ હવે ઈલેંડ, વેલ્સ, ઑટલેંડ, ઉત્તર આયર્લેન્ડ, આયર, યુ૦ સ્ટેન્ટ ઑફ અમેરિકા, મેકિસકો, કેનેડા. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, રડેશિયા, ન્યાસાલૅન્ડ, કેન્યા, ટાંગાનિકા, પશ્ચિમ આફ્રિકા, ભારત, શ્રીલંકા, મલયેશિયા, પેલેસ્ટાઈન, વેસ્ટ ઈન્ડિઝ, કોસ્ટારિકા, ગ્વાટેમાલા, ચીલી વગેરે દેશોમાં જાણીતી થઈ છે તથા ઉપયોગમાં લેવામાં આવે છે. આ યાદીમાં એ દેશનાં જ નામ છે, જેમની સાથે લેખકને સીધો પત્રવ્યવહાર થયેલો છે.
આ પદ્ધતિની સફળતાની ચાવી તેનાથી જે કૉપસ્ટ તૈયાર થાય છે તેની ગુણવત્તામાં રહેલી છે. કૉપસ્ટ જેટલી ઉચ્ચ કક્ષાની ગુણવત્તા ધરાવતું હોય, તેટલું જ તે પાકને કે તે પાક ખાનારાં ઢોર-ઢાંખ અને માનવ-જાતને રોગોનો સામનો કરવાની તાકાત પૂરી પાડી શકે. માત્ર સેંદ્રિય પદાર્થો અને ઈદોર-કૉ પોસ્ટમાં આભ જમીનનો ફેર છે, એ હમેશ યાદ રાખવું.