________________
યંત્રયુગની કિતાબ
૩૫ એ મહાન ખંડની ખેતી વિષયક મૂડીને ત્રણ પંચમાંશ ભાગ એક સૈકા જેટલા ગાળામાં આમ વેડફી મારવામાં આ હતો. કુદરતી સંપત્તિને આવો દુરુપયોગ– આવી બરબાદી– પૃથ્વીના ઇતિહાસમાં કદી જોવામાં આવ્યાં ન હતાં.
ધરતીમાંથી જેટલું લઈએ, તેટલું બીજી રીતે પાછું વાળવાની જવાબદારી ભૂલીને ધરતીને ચૂસવાના કામે માણસ લાગ્યો, એટલે કુદરતે તેનું વેર શી રીતે લીધું, તેનો દીવા જેવો દાખલો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડના પ્રદેશો પૂરો પાડે છે.
તે દેશોની મબલખ જમીન ગેરાઓને હાથ આવી, એટલે તેઓએ ત્યાંનાં મોટાં મેટાં જંગલો બાળી નાખી, ઘેટાં વગેરે ઉછેરવાનાં બીડ બનાવવા માંડયાં. ઘેટાંનું ઊન વેચી મબલખ પૈસા કમાવા ખાતર એ બીડો ઉપર પણ એટલી મોટી સંખ્યામાં ઘેટાં રાખવા માંડયાં કે જમીન ઉપર ઘાસનું એક તણખલું બચે નહિ. પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટતી ગઈ. કોઈ પણ દેશની જમીન ઉપર માત્ર ઘેટાં-મેઢાં જ નથી ઉછેરવામાં આવતાં. માણસ પણ સાથે રહેતો હોવાથી ઝાડ વગેરે પણ સાથે રાખે છે તથા અનાજની ખેતી પણ કરે છે. અનાજ લણી લીધા બાદ ઢોર-ઢાંખને ઉપયોગમાં આવે એવા પૂળા વગેરે પાછળ બચતા હોય છે. જમીનને પણ સૂકાં પાંદડાં-ડાળખાં વગેરે રૂપે ઘણો ભાગ પાછો મળે છે, જેમાંથી અળસિયાં જમીનને જોઈતું ધૂમસ પેદા કરી લે છે. પરંતુ આ પ્રદેશોમાં તો માનવી માત્ર ૯ગૂંટારા તરીકે જ આવ્યો હોઈ, તેને પોતાની અનાજ બળતણ વગેરેની જરૂરિયાત બહારથી લાવવાની સગવડ હતી. એટલે તેણે તો ઘેટાં-મેઢાં જ જેટલાં બને તેટલાં એ પ્રદેશમાં વસાવ્યા કર્યા.
અધૂરામાં પૂરું બીડે બનાવવા સંખ્યાબંધ જંગલોને નાશ કરવામાં આવ્યો, એટલે અનાવૃષ્ટિનાં અને સુકવણાનાં વર્ષોનું કૌભાંડ શરૂ થયું. પરિણામે જમીન ફળદ્રુપ મટતી ગઈ. અને જમીન ફળદ્રુપ મટે એટલે