________________
ધરતી માતા તેમાંથી પેદા થતુ ઘાસ પણ એવું સત્ત્વહીન બનતું જાય છે, તે ઘાસ ખાઈને ઊછરતાં ઘેટાં-મેઢાં મારક રોગો સામે જરા પણ ઝીક ન લી શકે. પરિણામે ૧૮૮૦ અને ૧૮૯૦ નાં વર્ષો દરમિયાન ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલૅન્ડના વિશાળ પ્રદેશોમાં ઘેટાં-મેઢાંમાં ફેલાયેલા રોગોએ તેમને એટલો મોટો ભાગ લીધો કે ગોરા માલિકો હાથ ઘસતા રહી ગયા.
બીજી બાજુ, જંગલો ન રહેવાથી જમીનનું મોટા પ્રમાણમાં ઘોવાણ શરૂ થયું; અને તેમાં મોટી મોટી ખાઈઓ પડવાની શરૂ થઈ. થોડા વખતમાં તો મોટા ભાગની સપાટ જમીન ધોવાઈને નરી ખાઈઓનાં કોતરો બની રહી. એમાં ઘાસનું એક તણખલુંય ઊગી ન શકે, અને વરસે વરસ એ ધોવાણ વધતું જાય એ જુદું.
વૃક્ષોનાં મૂળ જ જમીનને બાંધી રાખે છે, તથા વરસાદના જોરને પોતાનાં ઘટાદાર મસ્તકો ઉપર ખાળી રાખે છે. બાકી, ખુલ્લી જમીન વરસાદને સીધો મારો કેવી રીતે સહન કરી શકે? વરસાદ તો મોટા પર્વતને પણ ઘસી નાખી તેમની કાંકરી-કરચ-રેતી અને માટી બનાવી દે!
એક વખત ખેતીમાં નફાનો ખ્યાલ ઊભો થાય, એટલે પછી ખેતીની પેદાશની ગુણવત્તા ઉપર લક્ષ અપાતું અટકે જ.
અત્યારે ખેતી અંગેનું સંશોધન પણ વધુ જથામાં પાક કેમ મેળવવો એની યુક્તિ-પ્રયુક્તિઓની ખેજ બની રહ્યું છે. એ અનાજ માનવ શરીરોને કે પ્રાણીઓનાં શરીરોને જોઈતું પોષણ તથા રોગ અને ઘસારા સામે ટકી રહેવાની તાકાત અર્પશે કે નહિ, એ જોવાની જવાબદારી જાણે કોઈને માથે છે જ નહિ.
આવી રીતે જમીનની ફળદ્રુપતા વણસાડવી એ તો અપ્રમાણિક વર્તમાનકાળને સમૃદ્ધ કરવા ભૂતકાળની મૂડી અને ભવિષ્યની શકયતાઓને વેડફી મારવા જેવું છે. ઉપરાંત, આ લૂંટને તદ્દન હીન કોટીની લૂંટ કહેવી પડે, કારણ કે, એ તો ભવિષ્યની પેઢીને જે સંપત્તિમાં