________________
જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય ૮૯ થવા લાગી હોય છે, ૧૫ ટકાના કાકડા ફૂલી ગયા હોય છે, ૩૨ ટકા દાંતના સડાથી પીડાતા હોય છે અને ૬૬ ટકા બીજી શારીરિક ઊણપને લીધે.”
આ ટાણે ડૉ. જી. બી. ચંપમૅન આ કરુણ ચિત્રામાં દાખલ થાય છે. તેમણે ઓકલેન્ડની માઉન્ટ આલ્બર્ટ ગ્રામર સ્કૂલમાં ખોરાકના ફેરફારને અખતરો શરૂ કર્યો. ૬૦ જેટલા છોકરાઓ, શિક્ષકો, અને સ્ટાફના માણસોને હ્યુમસ ભરેલી જમીનમાં પકવેલાં શાક-ભાજી આપવા માંડ્યાં. તેનું પરિણામ તે સ્કૂલની મેટ્રને આ શબ્દોમાં જણાવ્યું છે :
“સૂમસ-ભરપૂર બગીચાની પેદાશ ખેરાક આપવા માંડવાના ફેરફારથી માંડીને પછીના બાર મહિના દરમ્યાન છોકરાઓની માથાની શરદીની તકલીફ ઓછી થવા લાગી. પહેલાં એ છોકરાઓમાં માથાની શરદી એ સામાન્ય વસ્તુ હતી. અમુક દાખલાઓમાં તે એ રોગ સદતર નાબૂદ જ થઈ ગયો. તે જ પ્રમાણે શરદી અને ઇન્ફલુએન્ઝાના કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થતે ચાલ્યો. શરદી તે હવે ભાગ્યે જ થાય છે, અને ઈન્ફલૂએન્ઝા પણ બહુ હળવા પ્રકારનો. ઓરીને રોગચાળો જ્યારે દેશભરમાં ફાટી નીકળ્યો, ત્યારે સ્કૂલમાં નવા દાખલ થયેલા છોકરાઓમાં એને હુમલો જોરદાર હતો; પરંતુ શાળાની હૉસ્ટેલમાં એક વર્ષ કે તેથી વધુ સમયથી રહેતા આવેલા છોકરાઓ ઉપર એ રોગનો હુમલો હળવો હોતે તથા તે ઝટ મટાડી શકાતો.
“છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન શાળાના ભણતરનો બોજો અને રમતગમતના ક્ષેત્રોમાં જોઈતી તાકાત અને ચપળતાની બાબતમાં શાળાના છોકરાઓ સારા નીવડી આવ્યા છે. ફૂટબૉલની સીઝનમાં બહુ થોડા અકસ્માતો થાય છે, કારણકે છોકરાઓનાં હાડ અને સ્નાયુને પૂરતો વિકાસ થયો હોય છે.
દાંતને સડો પણ સંતોષજનક કહી શકાય એ પ્રમાણમાં અદૃશ્ય થવા લાગ્યો છે.”