________________
માનવની કિતાબ
૨૧
પરંતુ માનવજાતની કમબખ્તી જ એવી છે કે, તે પેાતાની ચિત્શક્તિના ઉપયોગ હંમેશાં ડહાપણભરેલી રીતે કરવાને બદલે અવળે માર્ગે જવામાં જ કરે છે. એટલે ધર્મનું — યજ્ઞનું સંશાધન અને પાલન કરવાને બદલે તે વિજ્ઞાનનું — કુદરતમાંથી વધુ ને વધુ લૂંટી કેમ લેવાય તેનું – જ સંશેાધન કરે છે. અને પરિણામે ‘ધીમેથી પણ અચૂક પીસનારી ' કુદરતની ચક્કીને તે ભાગ બને છે.
-
'
જમીનમાંના કસ ચૂસીને થયેલા પાક આપણે લણી લઈએ, પછી તે કસ જમીનને પાછા ભરપાઈ કરવાની મુખ્ય રીત, જમીનને વાસેલ અથવા પડતર રાખી, તેમાં વનસ્પતિને – જંગલને – પુન: જામવા દેવાની છે. તેથી કરીને, ખરી પડેલાં પાંદડાં – ડાળખાં વગેરે જમીનમાં પડી, અળસિયાં વગેરેની કામગીરીથી પાછું ઘૂમસ જમીનમાં પેદા થાય છે. જૂના જમાનામાં આફ્રિકા, ભારત, શ્રીલંકા વગેરે દેશામાં એ જ પદ્ધતિ અખત્યાર કરવામાં આવતી. એકની એક જગાએ વારંવાર એકના એક પાક લેવા, એના જેવું જમીનના સત્ત્વને ચૂસી ખાનાર બીજું કાંઈ નથી.
ઇજિપ્તની નાઈલ નદીની આસપાસના ભાગામાં દર વર્ષે ઉપરવાસથી તણાઈ આવતા ફળદ્રુપ કાંપ, નાના નાના પાળા બાંધીને ખેતરો ઉપર પથરાવા દઈ, જમીનને ફળદ્રુપ રાખવાની પતિ પ્રચારમાં હતી. એથી દર વર્ષે એ જમીન ઉપરથી પાક લીધા કરવા છતાં જમીનની ફળદ્રુપતાને આંચ આવતી નહેાતી. એવા પ્રદેશે। જ માણસના સ્થિર વસવાટનાં અને મેટી ઐતિહાસિક સંસ્કૃતિનાં ધામ બની શકે—અને બન્યા પણ છે. *
પરંતુ પૃથ્વી ઉપર એવા ખુશનસીબ પ્રદેશે બહુ થાડા હોય છે. એટલે પેરુ જેવા પ્રદેશમાં પર્વતના ઢોળાવ ઉપર પથ્થરોની દીવાલા હાલમાં ‘અસ્વન બધ' બાંધી નાઈલને ખેતરા ઉપર કાંપ રેલાવતી અટકાવવામાં આવી છે, અને તેના પાણીને જ સગ્રહીને વીજળી પેદા કરી, રાસાયણિક ફર્ટીલાઈઝરો દ્વારા પાક ઉતારી, મબલક કમાણી કરવાની ટૂંકી દૃષ્ટિની વૈજ્ઞાનિક પદ્ધતિ ઇજીપ્ત અપનાવી છે, તથા આત્મહત્યાને પંથે પ્રયાણ આદર્યુ` છે, એ જીદી વાત. – સ.પા॰