Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
કરી શકાય. શ્રી આનંદઘન, શ્રી દેવચંદ્રજી જેવા જ્ઞાનીજનોએ અધ્યાત્મ અને તત્ત્વવિચાર ગુજરાતમાં સબળરૂપે આલેખ્યા છે એ સાચું, પણ શાસ્ત્રીય કક્ષાનું વિશાળ અને વૈવિધ્યસભર આલેખન ઉપાધ્યાયજીએ જેવું કર્યું છે તેવું ને તેટલું અન્યોએ કરેલું જોવા મળતું નથી. ૩૫૦ ગાથાનું સ્તવન તેના વિષયગૌરવને કારણે શાસ્ત્રની કક્ષાએ પહોંચે છે, ને તેના પર પદ્મવિજયજી મહારાજનો કરેલો ટો ભાષ્યની કક્ષાએ પહોંચે છે. ગુજરાતી ભાષાનો આ એક સીમાસ્તંભ જ ગણાય. ઉપાધ્યાયજીના સાહિત્યની વિશેષતા
ઉપાધ્યાયજી મહારાજના ચિંતનમાં નયસાપેક્ષતા - સર્વનય સમતુલા પ્રખર રીતે જળવાઈ છે. વિવાદોના ઉકેલનો સર્વશચીંધ્યો માર્ગ નયદષ્ટિ જ છે અને ઉપાધ્યાયજી તેને દઢપણે અનુસર્યા છે.
“વાણી વાચક જસ તણી, કોઈ નયે ન અધૂરી રે” એવું તેઓ સ્વયં કહે છે તેમાં ઘમંડ નહિ, પણ પ્રતિબદ્ધતા જ ઝળકે છે.
નિશ્ચયનયાનુસારી ચિંતન તથા નિરૂપણ ઉપાધ્યાયજીની કૃતિઓમાં નિર્ભયપણે થયું છે. શ્વેતાંબર પક્ષમાં વ્યવહારનું પાસું સાચવવાની જે એક ચિંતા કે સાવધાની સેવાતી રહી તેનું પરિણામ એ આવ્યું કે નિશ્ચયદષ્ટિ ધૂંધળી બની. એટલું જ નહિ, ઉન્માર્ગ કે ઉસૂત્રની જેમ એ જાણે અસ્પૃશ્ય બની ગઈ. ઉપાધ્યાયજી મહારાજ આ વિપર્યાસને જોઈ શક્યા અને તેને દૂર કરવાનો સાભિપ્રાય પ્રયાસ તેમણે કર્યો છે. અધ્યાત્મસાર અને જ્ઞાનસાર જેવી કૃતિઓમાં તો આ વાત વિગતે વણી લીધી છે. દ્રવ્યગુણ-પર્યાયનો રાસ, અમૃતવેલની સજઝાય અને હૂંડીનાં સ્તવનોમાં શુદ્ધ નય – નિશ્ચયનયને પુષ્ટિ આપતી પુષ્કળ પંક્તિઓ મળશે.
વ્યવહારનયની સ્થાપના તો તેમણે કરી જ હોય - એમાં પૂછવાપણું ન હોય, પરંતુ ત્યાં યે મૂળ માર્ગાનુસારી શુદ્ધ વ્યવહાર તરફ તેમનું ઇંગિત છે. ૩૫૦ ગાથા સ્તવનમાં સોળમી ઢાળમાં આ વાત ઘૂંટી ઘૂંટીને કરાઈ છે.
“શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણામે, જેહને શુદ્ધ વ્યવહાર હીયડે રમે.” (૧૬/૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org