Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ ઉપાધ્યાયજી મહારાજનું ગુરુકાર્ય માનવી પોતાની નબળાઈઓને ધર્મ-શાસ્ત્રપરંપરાની મુદ્રા-મહોરછાપ લગાવી અધિકૃત ઠરાવવાનો પ્રયત્ન કરે છે. એ માનવી મુનિ હોઈ શકે, ગૃહસ્થ પણ હોઈ શકે. શિથિલતાના બચાવની યુક્તિઓ શોધી કઢાય છે ને તેને માટે શાસ્ત્રાધાર ખડો કરવા શાસ્ત્રનાં મનોનુકૂલ અર્થઘટનો કરવા બુદ્ધિને કામે લગાડાય છે. જૈન શ્રમણ સંઘના ઇતિહાસમાં આવું એકથી વધુ વાર બન્યું છે. આવી યુક્તિઓ શોધનારા કોણ હતા? મોટે ભાગે ચૈત્યવાસીઓ, યતિઓ, ગોરજીઓ. બીજા કેટલાક એકાંતવાદી કે આત્યંતિકવાદી સજ્જનો સામા છેડે પણ જઈને ઊભા રહ્યા હતા, જેમની એકાંગી અને આત્યંતિક વિચારધારા આત્માના વિકાસક્રમની ભૂમિકાઓની અવગણના કરતી હતી. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી જિનવલ્લભસૂરિ, શ્રી પાર્શ્વચંદ્રસૂરિ જેવા ધર્મચિંતકોએ તે તે કાળે વિચાર અને આચારગત અશુદ્ધિને ગાળી શ્રમણ સંસ્થાને વ્યવસ્થિત કરવાનું ગુરુકાર્ય કર્યું હતું. વિક્રમની સત્તરમી-અઢારમી સદીમાં અને શ્વેતાંબર સંધમાં “માર્ગની સાફસૂફી કરવાનું ઉત્તરદાયિત્વ ઉપાધ્યાયજી મહારાજના ખભા પર આવી પડ્યું હતું ને સામર્થ્યથી છલકાતા એ મુનિપુંગવે તેને પૂર્ણ ન્યાય પણ આપ્યો હતો. સાહિત્યક્ષેત્રે ઉપાધ્યાયજીનું વૈશિસ્ત્ર પ્રારંભે અર્ધમાગધી ભાષામાં આગમો, ત્યાર પછી મરહડ્ડી પ્રાકૃતમાં નિયુક્તિઓ, ત્યારબાદ સંસ્કૃત-પ્રાકૃત મિશ્ર ચૂર્ણિ, તે પછી સંસ્કૃત ટીકાઓ, અનુક્રમે અપભ્રંશ ભાષાનાં ચરિતો, મધ્યકાલની માગૂર્જર (જૂની ગુજરાતી-મારવાડી) ભાષામાં રાસ, પ્રબંધ, ફાગુ અને બાલાવબોધો – એમ સાહિત્યધારા વહેતી રહી. આમ છતાં આ સમગ્ર સમયગાળા દરમ્યાન શાસ્ત્રીય વિષયો કે અભ્યાસની સામગ્રી તો સંસ્કૃતપ્રાકૃતમાં જ લખાય એવો વણલખ્યો નિયમ કામ કરતો રહ્યો. શ્રી પાર્ધચંદ્રસૂરિજીએ સર્વ પ્રથમ આચારાંગ આદિ આગમગ્રંથો પર ગુજરાતીમાં ટીકા - જેને વાર્તિક કે બાલાવબોધ (ટબ્બો) કહેવાય છે તે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 316