Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ ગૂજરભાષામાં શાસ્ત્ર અને તેનું ગુજરાતી ભાષ્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એટલે શ્રમણ ભગવાન મહાવીર દેવના શાસનગગનનું એક ઉજ્જવળ નક્ષત્ર. સૈકામાં માંડ એકાદ જન્મે એવી પ્રતિભા. ઉપાધ્યાયજી મહારાજ એટલે શાસનના સજાગ પ્રહરી. ઉપાધ્યાયજીનું નામ શાસ્ત્રકારોની પંક્તિમાં મુકાય છે. પુરાણા શાસ્ત્રકારોને સંસ્કૃત-પ્રાકૃતમાં સર્જન કરવાનું હતું, ઉપાધ્યાયજીને એ બંને ભાષા ઉપરાંત ગુજરાતીમાં એ ચિંતન લઈ આવવાનું હતું. પુરાણા શાસ્ત્રકારોને મોટે ભાગે ષદર્શનની સામે અનેકાંતવાદની સ્થાપના કરવાની હતી, જ્યારે ઉપાધ્યાયજી મહારાજને એક નવા જ પડકારનો પ્રતિવાદ કરવાનો આવ્યો. જિનશાસનની અંદર જ ઉદ્ભવેલા મતભેદો અને શિથિલ પ્રવૃત્તિનો. સમયના પ્રવાહની સાથે શાસનનાં વિભિન્ન અંગોમાં કચરો-કસ્તર ભળે એમાં આશ્ચર્ય ન હોય. શ્રી વીતરાગ દેવ-પ્રણીત ધર્મમાર્ગની સમજ ધૂંધળી બને, આરાધક ભ્રાંતિનો ભોગ બને, પ્રમાદાદિ દોષ તેને માર્ગશ્રુત કરે એ માનવસહજ શક્યતા છે. સંઘમાં આવેલી આ પીછેહઠ અને મૂળ માર્ગની ધારામાં ભળેલા કચરા-કસ્તરને દૂર કરવાની કપરી કામગીરી કરનારા મહાપુરુષો તે તે કાળખંડમાં સ્થાન લેતા જ આવ્યા છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એ શ્રેણીના મહાપુરુષ છે. ઉપાધ્યાયજી મહારાજ માત્ર કવિ નથી, માત્ર નબન્યાયના નિષ્ણાત નથી, રાજા-મહારાજાઓને પ્રભાવિત કરતા પ્રખર પ્રવચનકાર નથી. તેઓ સાધુતા, સાધના, શાસન, વિચારશુદ્ધિ અને આચારશુદ્ધિ સાથે સીધી નિસબત ધરાવતા એક ધર્મપુરુષ છે. તર્ક, કવિતા અને ભાષાને તો વિચારશુદ્ધિના એક ઉપકરણ લેખે તેમણે ખપમાં લીધાં, એટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 316