Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
શ્રીશ્રમણ સંઘ આટલો બધો લોકહેરીમાં ડૂબવાથી તે સત્ત્વહીન બની જશે, જ્યારે તેના વિચારનું અનુસંધાન પ્રભુની સાથે, પ્રભુની આજ્ઞા સાથે, જોડાયેલું હશે તો તેમાં નવું તેજ અને બળ પ્રગટશે. અંગ્રેજીમાં એક નાનું વાક્ય આવે છે : Thus Far, not Further બસ ત્યાં સુધી જ, હેજે આગળ નહીં.)
આમ ક્યાંક તો મર્યાદા બાંધવી જરૂરી છે.
પૂજયપાદ ઉપાધ્યાયજી મહારાજે અહીં સાધુજીવનનું જે ચિત્ર આંક્યું છે તેનું ઝીણવટભર્યું અધ્યયન કરીને આપણાં જીવનને વર્તમાન ગતિવિધિ સાથે સરખાવવાથી શક્ય પણ જીવીએ છીએ કે કેમ ! એ પ્રશ્ન થાય છે. વળી જે દોષો નૈમિત્તિક સ્વરૂપે સ્વીકારાયા તે પછીના બદલાયેલા સંયોગોમાં અનિવાર્ય છે ! આ પ્રશ્ન મંથન-મથામણ માંગી લે છે.
ધન્ય તે મુનિવરો રે જે ચાલે શમભાવે
એ પંદરમી ઢાળનું નિત્ય સામૂહિક ગાન આપણને આપણા શ્રમણ જીવનના નકશાની ગરજ સારે તેવું છે.
ઉપાધ્યાયજી મહારાજના સત્તાકાળમાં સ્થાનક વગેરે સંપ્રદાયો તો હતા જ પણ અંદર અંદર તપાગચ્છમાં પણ ક્રિયાવાદી, કર્મવાદી, જ્ઞાનવાદી વિચારસરણીવાળા હતા. તેઓ પોતપોતાની માન્યતાને મહાવીરની માન્યતામાં ખપાવીને ચારે બાજુ પ્રચાર કરતા. તે બધી માન્યતા એકાંગી અને પ્રભુના મૂળ માર્ગથી ઘણી દૂર લઈ જનારી હતી. તેની એ જાળમાં ભોળા ભદ્રિક જીવો ફસાઈ ન જાય માટે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે કલમ ઉપાડી છે.
તે વખતે હતા તો અત્યારે પણ આવા જૂજવા મતવાળા વિચારઆચાર પ્રવાહો છે જ. તે સ્થિતિમાં આપણાં વિચાર અને વાણી સ્યાદ્વાદમુદ્રાથી મંડિત બને તે માટે આ પ્રયત્ન છે.
તેઓના ગ્રન્થ ભણવાની લાયકાતની વાત તેઓએ કરી છે તે ખાસ ખ્યાલમાં રાખવા જેવી છે.
“મારગ અરથી રે પણ જે જીવ છે ભદ્રક અતિથી વિનીત, તેહને એ હિતશીખ સોહામણી વળી જે સુનય અધીત”
(૧૫૦ ગાથાનું સ્તવન | ૬-૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org