Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 8
________________ ગુજરાતી ભાષાના માધ્યમથી પદ્ય ઢાળના આકારમાં ઘણી મહત્ત્વની વાતો, સાધકને આત્મવિકાસમાં ઉપકારક થાય તેવી વાતો તેઓશ્રીએ વણી દીધી છે. સત્તર ઢાળમાં શાસ્ત્રના મર્મને ગૂંથી આપ્યા છે. ઉદા.ત. ચૌદમી ઢાળની ચોથી, પાંચમી તથા છઠ્ઠી, સાતમી ગાથાના બાલાવબોધને જોવાથી પંડિત શ્રી પદ્યવિજયજી મહારાજનાં સૂક્ષ્મ શાસ્ત્રબોધ, નિર્મળ આત્મપરિણતિ અને ભાષાપ્રૌઢિનાં દર્શન થાય છે. ઉપાધ્યાયજી મહારાજ એક પ્રાચીન ગાથાને સામે રાખીને એક કડી રચે છે : સૂત્ર ભર્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણિ, સંવિગ્ન વિબુધે આચર્યુ કાંઈ દીસે હો કાલાદિ પ્રમાણ. (ર૭૭/૧૪-૫) મૂળ ગાથા આ પ્રમાણે છે : मग्गो आगम णीइ, अहवा संविग्ग बुहजणाइण्णं । समइ विगप्पिइ दोसा, तं नवि दूसंति गीयत्था । તે પછીની છઠ્ઠી ગાથાથી કયા કયા ફેરફારો થયા તે નોંધે છે. મૂળમાં બતાવેલી તે તે વાતોને વિગતે સમજાવે છે. આજે જે સાધકો વિધિને જડતાના રૂપે જોવા અને કરવાનો આગ્રહ સેવે છે તે માટે બરાબર ધ્યાનથી એ પદાર્થ વિચારવા જેવો છે. ભાવભીરુ શાસનરાગી ગીતાર્થ પુરુષોએ સંઘયણ-દેશ-કાળ આ બધું જોઈ વિચારીને કેન્દ્રને સાચવીને જ ફેરફાર કર્યા છે. મૂળ ગાથાના અર્થને વિસ્તારીને કહ્યો જ છે પણ ઉપલક્ષણથી આ શબ્દ પ્રયોજીને પછી ક્રમશઃ વાતો નોંધી છે. આ જ મહત્તા આ બાલાવબોધની છે. માત્ર અર્થ જ લખવાના હોત તો તેઓએ ઢાળકથિત વાતોને વધુ ને વધુ સ્પષ્ટ કરવાનું ટાળ્યું હોત. તો તેઓની જે શાસ્ત્ર અને પરંપરા વિષયક ભરપૂર બોધમંડિત ગીતાર્થતા સુપેરે પ્રગટ થઈ છે, તે ક્યાંથી જોવા મળત? ઢાળ-૧૪ | સાતમી ગાથાના બાલાવબોધમાં પાંચ પ્રકારના વ્યવહારની વાત કરીને અત્યારે વર્તમાનકાળમાં પાંચમા જીતવ્યવહારે બધું કરવાનું છે આ વાત પણ પં. પદ્મવિજયજી મહારાજના દીર્ઘદર્દીપણાને પ્રકાશિત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 316