Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ પછી વાત આવે છે. પં. શ્રી પદ્મવિજયજી મહારાજની. તેઓ એક લીટી પણ પૂર્ણ ન સમજાય તો તુર્ત કહે કે આ સમજાતું નથી. ઉપાધ્યાયજી મહારાજની જ પ્રતિજ્ઞા છે કે, यावान् एव पदार्थः सुप्रतीतः तावान् एव वक्तव्यः । અપુનર્બન્ધક જેવો પદાર્થ સ્પષ્ટ ન સમજાયો તો તુર્ત ત્યાં જ લખી દીધું- “પછી તો અપુનબંધકનો અર્થ બહુશ્રુત કહે તે પ્રમાણ” (૧૫૯/૮૨૨ ટબો) “પૂર્વના ટબામાં (આ.શ્રી જ્ઞાનિવમલસૂરિ મ. કૃત) અર્થ લિખ્યો છે. પણ ‘ધર્મરત્ન' ગ્રન્થમાં એ રીતે નથી માટે અમ્હે નથી લખ્યો.' (૨૪૭/૧૨-૧૧ ટબો). “તેઓએ આ ગાથા લીધી છે. વિષયની દૃષ્ટિએ તે અનુરૂપ પણ છે. પણ ‘પંચવસ્તુ’ ગ્રન્થમાં જડી નહીં માટે અમ્હે ન લિખી.” (૩૭૬૨૧૩ ટબો) ટબા જેવી રચનાને પણ કેવી હૃદયસ્પર્શી અને રસાળ બનાવે છે. આવા શિષ્યો પ્રભુની કરુણા હોય તો સાંપડે એવી વાત અહીં ગૂંથી છે. (૧૩૭/૭-૧૨ ટબો) શ્રી આચારાંગ સૂત્રનો પાઠ પણ એવી સરસ રીતે તેઓ ગોઠવે છે. તે નોંધપાત્ર છે. (૮૪ ૫-૮ ટબો) એમાં જે “Ë તે મા હો' પ્રભુના મુખમાંથી પ્રકટેલા આશીર્વાદ છે. “આવું તને ન થાઓ’ જેમને પણ અર્હત પ્રભુનો મોક્ષમાર્ગ જેમાં છે એવી આજ્ઞાના પાલનના અધ્યવસાયથી અમાપ નિર્જરા હાંસલ કરવી છે તેમને આજ્ઞાપાલનના અધ્યવસાયને કેળવવામાં સહાયક એવા ઉક્તિસામર્થ્ય અને યુક્તિસામર્થ્ય બન્ને કિનારાની વચ્ચે ઉપાધ્યાયજી મહારાજની સર્જનગંગા ધીરગંભીર નાદ કરતી ચોક્કસ ગતિએ આગળ વધે છે. આપણે તે ગંગાના શીતળ જળથી આપણાં ચિત્તને શીતળ, કોમળ અને નિર્મળ બનાવવાનાં છે. તે માટે ખપમાં લેવાનાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 316