Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ૧. માર્ગનો અર્થી, ૨. ભદ્રક, ૩. અતિહી વિનયવંત, ૪. સુનયનો અભ્યાસી. તમે જોઇ શકો છો કે તેઓએ ભદ્રિકતા અને વિનયને આવશ્યક ગણ્યાં છે. પણ બુદ્ધિમત્તાની નોંધ પણ લીધી નથી. તેઓશ્રીના વિચાર-સ્ફુલ્લિંગ પણ અહીં જાણવા મળે છે. આજકાલ સંખ્યામાં બધુ સમાયું છે. તેવી જે માન્યતા દૃઢ બનતી જાય છે તેને સામે રાખીને તેઓએ જન મેલનની નહીં ઇહા, મુનિ ભાખે મારગ નિરીહા; જો બહુજન સુણવા આવે, તો લાભ ધરમનો પાવે. (૬૪૪-૭) એવા શબ્દોમાં પોતાના વિચારોને પ્રકટ કર્યા છે. સાધુજીવનના લોકોત્તર આચારોમાં છૂટછાટ લઇને લોકોને ધર્મ પમાડવાનો વ્યામોહ વધતો જોવા મળે છે. લોકોત્તર આચારની જ એવી પ્રબળતા છે કે તે સામાનાં હૃદય સુધી પહોંચે છે. વિચારવા જેવું તો છે જ. આવી નાનીમોટી ઘણી વાતો જે વર્તમાન સંદર્ભમાં વિચારવા-સમજવા જેવી છે. આજે લોકોત્તર ઉપર લૌકિકતાનું આક્રમણ થયું છે. પાઠક સ્વયં વિચારે તે વધુ વ્યાજબી છે. ૩૫૦ ગાથાનું સ્તવન - તેની સત્તર ઢાળ એ આત્માર્થી માટે એક ખજાનો છે. વળી તેમાં પૂજ્ય પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજ રચિત ટબો, તેનાથી એ સત્તર ઢાળનો મર્મ ઊઘડે છે. ટબાની ભાષા જૂની ગુજરાતી છે તેને વર્તમાન ગુજરાતીમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીસંઘના કરકમલમાં આ અર્પણ કરતાં આનંદ થાય છે. આના વાચન-મનન-ચિંતન દ્વારા પોતાના આત્માને પ્રભુપ્રરૂપિત માર્ગ સાથે જોડવાનું સત્કાર્ય કરનારા થઇએ. એ જ..... વિદ્યાનગર, ભાવનગર આસો સુદ દશમી ૨૦૬૨ Jain Education International For Private & Personal Use Only un www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 316