Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 9
________________ થોડાં સ્થાનો જોઇએ : વર્તમાનકાળમાં આપણો શ્રીસંઘ (શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘ) જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિમાં આ ૩૫૦ ગાથાનું સ્તવન ખૂબ જ જરૂરી પથદર્શન કરાવે તેમ છે. આ આખા સ્તવનમાં આજ્ઞાનું મહત્ત્વ ઝળકે છે. કડીએ-કડીએ અહેતુની આજ્ઞા મોટી છે તેને સતત સામે રાખીને ચાલવાથી આપણે માર્ગમાં છીએ, એ ભાવ નીતરે છે. આપણા અહંને પોષવા લોકહેરીમાં તણાતા ગયા...તણાતા ગયા... ક્યાં સુધી તણાવું છે? જેટલા તણાઈશું તેટલા આપણે જયાં જવું છે તે સ્થાનથી દૂર ને દૂર ધકેલાતા જઈશું. એક શ્રીસંઘ આમંત્રણ પત્રિકાની વાત લઈએ ને તો પણ આપણી ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. એ સાધુ મહારાજ પત્રિકા લખે, મોકલે, પોષ્ટ કરે ત્યાં સુધી તો બધું નવ્યું પણ તેમાં ફોટા છપાવવાની વાત ચાલી. તેમાં સ્ત્રીવર્ગના ફોટા પણ લોકોને રાજી કરવા | રાખવા છપાવવા લાગ્યા. એક સ્થાનમાં જ્યાં સાધુ મહારાજ એકબે દિવસની સ્થિરતા કરવાના હોય તે સ્થાનમાં કોઈ વૃદ્ધ બહેનનો ફોટો હોય તો તેને કપડાંથી ઢાંકી દેવાની પરંપરા ક્યાં અને ક્યાં આ? એ બધાં બહેનો - પછી ભલેને તેમણે સિદ્ધિતપ કર્યો હોય, ઉપધાન વહ્યાં હોય, તેનો પણ ફોટો આમંત્રણ પત્રિકામાં ? પછી તેનાથીયે આગળ વધ્યા. (સતત ગતિ તે તો પ્રગતિનું લક્ષણ છે ને !) કુંભસ્થાપનનો આદેશ લીધો હોય તેના પણ ફોટા મુકાવા માંડ્યા. પૈસાના સામ્રાજયમાં સંઘપરંપરા લપેટાઈ ગઈ. પ્રભુની આજ્ઞાનું – પરંપરાનું સામ્રાજય પ્રવર્તવું જોઈએ. તેને બદલે પૈસાનું સામ્રાજ્ય છવાતું જાય છે. આવા અંધારભર્યા કાળમાં આ સ્તવન અને તેનો ટબો (બાલાવબોધ) એક નિશ્ચિત પ્રકાશ પાથરે છે. આપણે તેને ઝીલવાનો છે, તેના પ્રકાશને ખપમાં લેવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 316