________________ આઇબરયુક્ત આવેલા ભૈરવાનંદને જોઈને રાજાએ સિંહાસન ઉપરથી ઉઠી તેની સન્મુખ જઈને જમીન સાથે મસ્તક લગાવી તેને નમસ્કાર કર્યા, એટલે મહારાજનું કલ્યાણ થાએ! વગેરે આશીર્વાદ આપીને પછી ભૈરવાચાર્યે કહ્યું– રાજાનું! હું સાક્ષાત ભરવ છું, તને જે અભિલાષા હોય તે કહે, હું તે પુરી કરીશ”. આ પ્રમાણે સાંભળીને રાજાએ પ્રસન્નચિત થઈને ભરવાનંદને ઉંચા આસન ઉપર બેસાડયા અને પોતે તેના પગ આગળ પડીને વિનતિ કરવા લાગ્યો-“ મહારાજ ! મારૂં દુઃખ દૂર કરે. આપ સૃષ્ટિસંહારક યોગીશ્વર છે પરંતુ સઘળાં માર્ગના મુસાફરે હમેશાં ચિરંજીવ છે. મહારાજ ! આપના ચરણેના પ્રસાદથી મારા મનોભિલષિત કાર્યની સિદ્ધ થશે. આ૫ મારા ઉપર પ્રસન્ન થાઓ, હું આપને સેવક છું, આપ જે આજ્ઞા કરશે તે શિરોધારણ કરી પુરી કરીશ. " તે દુષ્ટ યોગીશ્વર મનમાં ખુશી થઈને વિચાર કરવા લાગ્યો કે હું જે જે ઉપદેશ કરીશ, તેથી મારું ઈદ્રિય સુખ પૂર્ણ થશે અને હું જેને ધારીશ તેને ભક્ષણ કરીશ. . भैरवाचार्य पासे आकाशगमन विद्यानी मांगणी. ભરવાચાય૦–“રાજા! મને સઘળી રિદ્ધિઓ ક્ષણમાત્રમાં પ્રાપ્ત થાય છે, મને સઘળી વિદ્યા સિદ્ધિ છે, હું સંહાર કરવામાં પૂર્ણ સમર્થ છું, જે કોઈ મારી પાસે ગમે તેવો મહાન પદાથે માંગે છે તે પણ તત્કાળ આપું છું. મારી આગળ કોઈપણ પદાથે અલભ્ય નથી. - આ પ્રમાણે મેગીની વાત સાંભળીને મારિદત્ત મહારાજ કહેવા લાગ્યા–“ હે દેવ ! આકાશમાં ગમન કરવાની મારી અભિલાષા છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust