________________ છે આ મારિદત્ત રાજા કોઈ સમયે તત્ર અને પ્રચંડવેગ યુક્ત ઘોડા ઉપર વાર થઈને હવા ખાવા સારૂ ગમન કરતો હતો, કોઈ કોઈ વખતે મદલિત કપિલ હાથી ઉપર બેસીને ઉછલિત ચિત્તથી અનેક ભંગયુક્ત વનમાં ફરતો હતો, કઈ વખતે શિકારીઓ સાથે જઈને મૃગ વગેરે પશુઓની માગ પ્રતીક્ષા કરતો હતું, તે કોઈ કોઈ વખતે એકાંત સ્થાનમાં પતે તાલ બજાવતા અને ગાયન કરતે તથા નૃત્ય જોતો હતો, પરંતુ રાજ્યકાર્યમાં અજાણ્યો અને ધર્મથી પરગમુખ હતા. એ તો સત્યજ છે કે, “ઉત્તમ જ્ઞાતાઓની સોબત વિના ધમની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? " कपटी भैरवाचार्यनो प्रवेश अने आयवडाई / મંત્રીઓ વગેરેની મદદથી પૂર્ણ રાજ્ય કરતા અને પ્રજાનું પ્રતિપાલન કરતા એવા મહારાજ મારિદત્તના ધન ધાન્યથી ભરેલા રાજપુર નગરમાં ભેરવાચાર્ય નામના એક આચર્થે પધાર્યા. આ ભરવાચાર્ય જગતને ભયાનક, જુઠું બેલવામાં પરીપૂર્ણ અને સમસ્ત અભક્ષના ભક્ષક હતા, જેમાં આ રાજપુર નગરમાં ફરતા ફરતો અનુકુળ પુરૂષોને પોતાના મતનો ઉપદેશ આપતા હતા. આ કપટથી તરેહવાર જmતની ટોપી પહેરીને ગ્રાહુના ઘરોમાં હુંકાર શબ્દ કરતે ભિક્ષાટન કરતા હતા, તેમજ કાનમાં મુદ્રા ધારણ કરીને બત્રીસ આંગળ પ્રમાણ દંડકો હાથમાં ઉછાળતો, ગળામાં યોગવૃત્તિ, પગમાં પાવડી પહેરીને રણશીંગડાનો તડતડ અવાજ કરતે, સિંહના પૂછડાને ગુચ્છ લગાવીને રાગતાન કરતો અને પોતાને મહાત્મા જણાવતો લોકોના પૂછ્યા વગર જ પોતાના વખાણ પિતાને મેઢે કરતાં કહેતા હતા કે—મારી નજર આગળ ચાર યુગ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust