Book Title: Yashodhar Charitra
Author(s): Ishwarlal Karsandas Kapadia
Publisher: Moolchand Karsandas Kapadia

View full book text
Previous | Next

Page 10
________________ આ ધેય દેશમાં સુંદર રૂંવાટાવાળી દુધથી ભરેલાં રતનવાળી અને ઉન્નત ગંડસ્થળવાળી ગાય, ભેંસ અને બળદને સમૂહ વિચરે છે, તેમજ આ દેશમાં રસથી ભરેલા, પવનથી હાલતા શેરડીના. વૃક્ષા એવા દેખાય છે કે જાણે નૃત્યજ કરી રહ્યા હોય! વળી આ દેશના ખેતરમાં પિપટ વગેરે પક્ષિાના મનોહર શબ્દ અને ખેડુતોની પુત્રીઓનું રમણિક ગાયન સાંભળીને પુરૂષ એવા મેડિત થઈ જાય છે કે આગળ ગમન શકતા નથી ઈત્યાદિ આ દેશની શોભાનું કેટલું વર્ણન કરીએ ? વિધાતાએ સ્વર્ગલોકની ઈર્ષા કરીને જાણે બીજું સ્વગંજ બનાવ્યું છે. અને આ ચોધેય દેશના સવ નગરમાં શ્રેષ્ઠ અને અતિ મનોહર રાજપુર નગર છે, જે મનહર બાગ બગીચાઓવડે ઘણું શોભાયમાન દેખાય છે તેમજ ભવ્ય જિનમંદિરે, ધર્મશાળાઓ, વિધાલ, આપધાલય વગેરેથી પણ આ નગર બહુ શોભાયમાન લાગતું હતું. આવા મનોહર રાજપુર નગરમાં મારિદત્ત રાજ રાજય કરતે હતો, જે દાન આપવામાં કશું જે, વિભવમાં છે કે જે, રૂપમાં કામદેવ જેવો, કાંતિમાં ચંદ્રમા જેવો પ્રચંડ દંડ કરવામાં યમરાજ જે અને બીજા રાજાઓનાં બળરૂપ વૃક્ષોને ઉખેડી નાંખવાને પ્રબળ પવન સમાન હતા. જો કે આ રાજા ધનધાન્યનું રક્ષણ કરવામાં ચાતુર્યતાને ભંડાર, તેજપુંજ દિવાકર અને પ્રસન્નવદન હતું, પરંતુ ધર્મજ્ઞાનથી અજાણ્યો હતો. રાજાની આટલી બધી રિદ્ધિ અને જ્ઞાન છતાં પણ એક ધર્મજ્ઞાન વગર પ્રચુર અંધકાર લાગતા હતા. એ સત્યજ છે કે, “જ્ઞાનના ઉદય વિના સારભૂત શુભ માર્ગનું અવલોકન કેવી રીતે થઇ શકે ? ., કાકા.... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 204