________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
કવિ નામે “કાવ્યકલ્પલતા, છન્દ રત્નાવલી, સૂક્તાવાળી, કલાકલાપ, અને બાળભારતાદિ” વિગેરેના કર્તા હતા. તે અમ રચંદ કવિ, ગુર્જરના રાજા વીસળદેવની કચેરીમાં તેને તેડાવવાથી ળકે આવ્યા હતા. વીસલદેવે ગુજરાત પર અણહિલવાડમાં રહીને સંવત ૧૩૦૦ થી ૧૩૧૭ સુધી રાજ્ય કર્યું તે પહેલાં તે સં. ૧૨૫ માં ધોળકાની ગાદી ઉપર આવ્યું હતું. આ ઉપરથી આપણે જોઈ શકીશું કે વીસળદેવના વખતમાં શ્રી અમરકવિ બૅળકે આવ્યા હતા, અને શ્રી જિનદત્તસૂરિ તેઓના ગુરૂ થતા હતા. તે ઉપરથી જ તેરમા સૈકાનું અનુમાન આપણે શ્રી જિનદત્તસૂરિ માટે કાઢીશું તે ખોટું ગણાશે નહીં. આથી વિશેષ ખાત્રી કરી શકાય તેવું કઈ સાધન આપણને જોવામાં આવતું નથી.
વાયડગચ્છ હાલમાં તે ગુજરાતમાં હૈયાતી ધરાવતો હોય તેવું દેખાતું નથી, પછી ભલે કદાચ મારવાડ વિગેરેમાં કઈ શ્રીપૂજે અને ગરજીઓ હયાત હાય! સૂરિ માટે આટલે ટુંકે હેવાલ જણાવ્યા બાદ અત્રેથી જ વિરામ પામીશું.
(પ્રથમાવૃત્તિમાંથી)
For Private And Personal