________________
રૂણ જે ગામ છે, તે પણ આ “દિનબંધુની મહેર નજરથી જ કૃપાદ્રષ્ટિથી આનંદઘન પદને પામે છે. અર્થાત તે પણ જિનેશ્વર તુલ્ય પરમાનંદમય સહજઆત્મસ્વરૂપ પદને પામે છે. કારણ કે “જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહિં કાંઈ” એટલે સિંહને દેખીને જેમ અજકુલગતા સિંહને નિજસ્વરૂપનું ભાન થાય છે, તેમ જિનસ્વરૂપના દશને મુમુક્ષુ ભક્ત આત્માને પણ જિમ અવિકાર : પ્રભુના રૂપપણમાં નિજસ્વરૂપનું દર્શન થાય છે. * (અનુષ્ટ્રપ) શુદ્ધ ચિતન્યના સ્વામી, સહજાન્મસ્વરૂપ જે;
મુમુમુજન એવા તે, ભગવાન જિનને ભજે;
૨. વીતરાગભક્તિ પ્રજનન “જિન પદ નિજ એકતા, ભેદભાવ નહિં કાંઈક લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.”
–શ્રીમદ્ રાજચંદ્રજી અને આ ઉપર કહ્યું તે જ વીતરાગદેવની-જિનદેવની ભક્તિનું મુખ્ય પ્રયોજન છે. શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મરૂપ આવરણ ટળ્યું હોવાથી ભગવાનનું તે સ્વરૂપે સંપૂર્ણ વ્યક્તતાઆવિર્ભાવ પામ્યું છે; આવરણુ વત્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરભાવ પામેલું હોઈ અવ્યક્ત-શક્તિપણે રહ્યું છે. આમ કર્મ આવરણરૂપ ઔપાધિક ભેદને લીધે ભગવાનમાં અને આ આત્મામાં અંતર પડયું છે, જવ અને શિવ ભેદ પડ છે. આનંદઘનજીના શોમાં કહીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org