________________
પણ વિશળદેવની સરદારી નીચે જૂનાગઢ, મેવાડ, પાવાગઢના રાજાઓ અને વિવિધ કુળના રજપૂત સઢારે એકત્ર થઈ મહમૂદ પાછળ પડ્યા. એક લહેર સુધી તેને પીછે પકડશે. લાહેરમાં ૨૭ દિવસ સુધી શેરીએ શેરીએ યુદ્ધ જામ્યું અને મુસલમાનેને ત્યાંથી નસાડી મુક્યા.
આ લડાઈમાં ગુજરાતના ભીમદેવે સાથ આપે નહિ, તેથી તેને સજા કરવા વિશળદેવે ગુજરાત ઉપર ચડાઈ કરી. ભીમદેવને સેનાપતિ બાલુકરાય ૩૦ હજારનું ઘોડેસવાર રીન્ય લઈ તેની સામે આવ્યું. બહુ ખૂનખાર યુદ્ધ થયું. પણ કઈ હાર્યું નહિ કે છર્યું નહિ. બાલુકરાય વિશળદેવના હાથે ઘવાયે. આખરે જન મંત્રીઓએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું. એ સમાધાનની રૂએ ભીમદેવે વિશળદેવને તેના નામ ઉપરથી ગુજરાતમાં એક શહેર બાંધવાની રજા આપી, અને વિશળદેવ પિતાને ખર્ચે વીસનગર શહેર બાંધીને પાછા ગયે 4 અલબરૂનીનું કલ્પિત વર્ણન
એમ લાગે છે કે રજપૂત રાજાઓના હાથે થયેલા મહમૂદના ઘેર પરાજય ઉપર ઢાંકપિછેડે કરવા તેના આશ્રિત અલબરનીએ સેમિનાથની ચડાઈનું કલ્પિત વર્ણન લખી નાખ્યું છે. અલબરૂની સહિતના તમામ મુસ્લિમ તવારીખકાનાં વર્ણન વાંચતાં એમ લાગે છે કે તેમને ગુજરાતના ઇતિહાસ ભૂગોળ વિશે પૂરું જ્ઞાન નથી. અલબરૂનીનું વર્ણન પરીકથા જેવું જ લાગે છે. ' અલબરૂનીના કથન મુજબ મહમદ ઈ.સ. ૧૦૨૫ના એકબરની ૧૮મી તારીખ અને સોમવારે સોમનાથ ઉપર ચડાઈ કરવા નીકળે ત્યારે તેની સાથે ૩૦ હજાર ઘોડેસવાર, ૧૪ હજાર અનિયમિત પાય. દળ, (આ પાયદળ એ રીતસરનું લશ્કર ન હતું પણ તેમનાથની લૂંટમાંથી ભાગ આપવાનું પ્રલેશન આપીને બેલાવાયેલા લૂંટારાઓ હતા) આ સૈનિકનાં અંગત સાધને અને યુદ્ધ સામગ્રી લઈ જવા માટે ૩૦ હજાર ઊંટ અને મહમૂદની પિતાની અંગત વસ્તુઓ લઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org