________________
[૨૪]
ઘઉં વિરુદ્ધ પશુ વૈદિક ધર્મનાં તમામ સંપ્રદામાં હિંસાને મેટું પાપ ગણવામાં આવ્યું છે. તેમાં પણ બ્રહ્મહત્યા, ગેહત્યા, સ્ત્રહત્યા અને બાળહત્યાને સહુથી મોટી પાપ માન્યાં છે. એનાં પ્રાયશ્ચિત ન કરનારને દારુણ, નક યાતના ભોગવવી પડે છે.
હિંસા કરવી, કરાવવી કે તેને અનુમોદન આપવું એ ત્રણે ક્રિયાઓ દેષિત છે.' આ હત્યાની નવી વ્યાખ્યા
પશ્ચિમી વિજ્ઞાને હત્યાની નવી નવી શોધ કરી છે. અમુક પ્રકારની હત્યાને તે કાયદેસરની અને સમાજ ઉપયોગી () લેવાની લેકમાં માન્યતા ફેલાવી છે.
દા. ત. રોગીની સારવાર માટે આયુર્વેદની વનસ્પતિઓમાંથી બનાવેલી દવાઓ ઉપલબ્ધ હોવા છતાં, પશુ પક્ષીઓને મારીને તેમનાં અંગઉપાંગમાંથી બનાવેલી દવાઓ, ગરીબની સેવાને નામે પ્રચારમાં મૂકીને, તેના પ્રચાર અને વપરાશ દ્વારા આપણને જાણેઅજાણે પણ, હિંસાના ભાગીદાર બનાવે છે.
બાળકને જન્મ થતાં જ તેને મારી નાખવામાં આવે તે ખૂનને, ગુનો બને છે.
પરંતુ કુટુંબકલ્યાણને નામે બાળકને ગર્ભમાં જ મારી નાખવામાં આવે તે તેને કાયદેસરનું કૃત્ય ગણવામાં આવ્યું છે. અને ગર્ભપાત કરાવનારનું ગૌરવ પણ કરવામાં આવે છે.
છતાં ગર્ભપાત કરનાર, કરાવનાર, તેનું અનુમાન કરનાર, તેનું ગૌરવ કરનાર અને તેને વર્તમાનપત્રો કે જાહેર સભાઓના મંચ ઉપરથી પ્રચાર કરનાર બાળહત્યાના પાપને ભાગીદાર બને જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org