________________
૨૪૭
વેગળ છે. ૩૦ પૈસાના ૧૦૦ ગ્રામ શાક વડે રોટલા ખાઈ શકાય છે. ૪૦ પૈસાના ૫૦ ગ્રામના એક ઈડ વડે રોટલા કે ભાત નથી ખવાતા.
મરઘાને ખવડાવાતું અનાજ ૩ કરોડ માણસને પેટ પૂરતું ખવડાવી શકાય. અને એ ત્રણ કરોડે માણસને તેમાંથી પાંચ લાખ આડત્રીસ હજાર બસો ટન પ્રોટીન મળે. જ્યારે પેલા ૫૩૦ કરેડ ઈડાંથી માણસોનું પેટ નથી ભરાતું અને તેમાંથી પ્રોટીન માત્ર ૩૧,૮૦૦ ટન મળે છે, એટલે કે ગરીબેના મોંમાંથી સસ્તા અનાજનું ૫ લાખ ૩૮ હજાર ૨૦૦ ટન પ્રોટીન ઝૂંટવી લઈ મરઘાને ખવડાવી દઈને પછી તેમનાં ઈંડાંમાંથી માત્ર ૩૧,૮૦૦ ટન પ્રોટીન મેળવીને લેકેને સરતું પ્રોટીન આપવાનો અને ગરીબની સેવા કરવાને અને રેજી આપવાને દંભ સેવવામાં આવે છે.. એટલું જ અનાજ શું શું ન આપે?
હવે જે આ મરઘાને ખવડાવાતું અનાજ ગાને ખવડાવી દઈએ તે દેઢ કરોડ ગાને સારી રીતે જીવાડી તેમની પાસેથી ૧૫ અબજ લિટર દૂધ મેળવી શકીએ. સાડા ચાર લાખ ટન પ્રેટીન અને સાડા સાત કરોડ ટન ખાતર મેળવી વધુ અનાજ પેદા કરી શકીએ. અથવા તે છાણને બળતણ તરીકે વાપરીએ તે ૯૦૦ કરોડ લિટર કેરોસીનની આયાતનું હૂંડિયામણ બચાવી શકીએ.
મનુષ્ય અને પશુઓને ભેગે જ મરઘાને અનાજ ખવડાવી દઈ અનાજની અછત અને મેંઘવારી, દૂધ ઘીના દુકાળ અને તેની આયાત અને બળતણ તથા ખાતરની ખેંચ વધારી, પરિણામે કેસનની આયાત અને ફર્ટિલાઈઝરનાં કારખાનાઓ માટે એટલે કે બિનજરૂરી તેમ જ બિનઉત્પાદક ઉદ્યોગ માટે જંગી મૂડીરોકાણ (ફર્ટિલાઈઝરની બિનઉપયોગિતા અને અનર્થિકપણ વિષે વધુ માહિતી માટે મારું પુસ્તક “ફર્ટિલાઈઝર અથવા મતને વરસાદ” વાંચવું) અને રાષ્ટ્રના અનાજ, મૂડી અને બળતણનું નિકંદન કાઢનારા મરઘાં ઉછેર માટે જગી મૂડીરોકાણ કરવું, લેકીને બેટી ભ્રમણામાં રાખવા અને પ્રજાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org