________________
૨૮૮
જેમ લોકોને વરસ સુધી ભરમાવવામાં આવ્યા કે લોકેને અનાજ ખાવા નથી મળતું તે ગોવધબંધી કરીને પશુઓને શું ખવડાવશું? તેમને ક્રૂરતાથી, ભૂખથી તરફડીને મરવા દેવાં? અને આવા પ્રચાર દ્વારા લોકેની વધવિધ ભાવના મારી નાખી. પણ લોકોએ એટલો વિચાર ન કર્યો કે ગાયો દાળભાત, રોટલી ખાઈને નથી જીવતી. આપણે જે અનાજ ખાઈએ છીએ, તેના સાંઠા ખાઈને જીવે છે.
તે જ પ્રમાણે લોકેને ભડકાવવામાં આવે છે કે જે ખાવાની ટેવ બદલીને માંસમાચ્છી ખાઈશું નહિ તે પ્રજા ભૂખે મરી જશે. પણ આવી દલીલ નિરાધાર છે. કારણ કે મનુષ્ય માંસ ખાઈને જીવી શકે નહિ. માંસ ખાઈને માત્ર વાઘ-દીપડા જેવાં જંગલી જાનવરે જ. જીવી શકે. અન એ જ જીવન છે.
મનુષ્ય એકલું અનાજ ખાઈને જ જીવી શકે. તાજા અને શુદ્ધ, દૂધઘી ખાઈને જ બળવાન અને તંદુરસ્ત રહી શકે. પણ એકલા માંસ, માછલી, ઈડ ખાઈને ન જીવી શકે, ન બળવાન બની શકે, ન તંદુરસ્ત રહી શકે.
પશ્ચિમના લેકે અકરાંતિયાની પેઠે માંસ ખાય છે, છતાં તેમણે પણુ-માંસ ન ખાનારા લેકે જેટલું અનાજ ખાય, તેટલું જ અનાજ જીવતા રહેવા માટે ખાવું પડે છે. અને નીરોગી રહેવા તેમ જ બળવાન થવા પુષ્કળ દૂધ પીવું પડે છે, અને માખણ ખાવું પડે છે.
પુષ્કળ દૂધ પીવા છતાં અને માખણ ખાવા છતાં તેમનામાં વ્યાપક પ્રમાણમાં બીમારીઓ ફેલાયેલી છે. તેનાં બે કારણે છે: (૧) તેમના પશુઓને ઉછેર અવૈજ્ઞાનિક છે. એટલે તેમના દૂધ અને માખણમાં, પિષક ત એછાં છે. રેગનાં તરવે પણ ખૂબ છે. (૨) તેમને માંસાહાર તેમને વિવિધ રોગ-ખાસ કરીને હદય, કિડની, લીવર અને વાયુનાં દરો આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org