________________
૨૯
લેખકો ઉપર વિશ્વાસ મૂકીએ તો એમ માનવુ પડે છે કે વિવાહિત કે અવિવાહિત, સાધારણ ગૃહસ્થ કે પાદરી, ગલીમાં ભટકતા ભિખારીથી દશમા પોપ લિયે સુખીના તમામ વર્ગના લાકો આ રાગથી બચ્યા
ન હતા.
પ્રજા એટલી તો અશિક્ષિત હતી કે પાર્લમેન્ટના ઘણા સભ્ય પશુ લખીવાંચી જાણતા નહી. દુરાચાર એટલા માટા પ્રમાણમાં ફેલાયે હતો કે એમ ખુલ્લુ' કહેવામાં આવતુ કે ઇંગ્લેન્ડની એક લાખ સ્ત્રીને પાદરીઓએ ભ્રષ્ટ કરી હતી, પાદરી ગુના કરે તો તેને નામની જ સજા થતી. ખૂન માટે પણ તેને માત્ર પાંચ રૂપિયાના દંડ થતો.
આવી આ પ્રજાએ કેળવણી દ્વારા આપણા ઉપર આધિપત્ય જમાવી અ ંતે ખ્રિસ્તી બનાવી દેવાનું બીડું ઝડપ્યું હતુ અને ઈતિ. વ્હાસમાંથી એધપાઠ લેવાના ઈન્કાર કરનારા રાજપુરુષોને કુહાડાના હાથા બનાવીને તેઓ ધીમી પણ મક્કમ પ્રગતિ કરી રહ્યા છે એ હકીક્તના સ્વીકાર કરવા જ રહ્યો.
જાતના સમૃદ્ધ વેપાર
ભારતના અતિવિકસિત ઉદ્યોગા અને સમૃદ્ધિનાં મૂળ તેની સમૃદ્ધ અને સસ્તી ખેતીમાં હતાં, અને ખેતી સમૃદ્ધ તેમ જ સસ્તી હતી. ભારતનાં એરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાના સિદ્ધાંતને કારણે.
સૌથી માટે ઉદ્યોગ કાપડના હતો. તે સમયે એકલું ગુજરાત સમસ્ત ઈરાન, તાર્તાર, તુકી, સીરિયા, ખાખ`રી (ઉત્તર આફ્રિકા), અરબસ્તાન, ચિપિયા વગેરે અનેક દેશને પોતાને ત્યાં બનેલુ રેશમી અને સુતરાઉ કાપડ પૂરુ પાડતુ. તે સમયના વિદેશી મુસાફરી લખે છે કે ઉચ્ચ અને મધ્યમ શ્રેણીના લગભગ તમામ લોકો રેશમી વસ્ત્રો જ પહેરતા.
અકબરે રાજ્યને ખરચે રેશમી વસ્રો બનાવવાનાં કેન્દ્રો અમદાવાદ, લાહાર, આગ્રા વગેરે સ્થળે ચાલુ કર્યાં હતાં. એકલા લાડારમાં જ વ્હાલ બનાવનારી એક હજાર સાળા હતી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org