________________
- ૧૧ ધર્મશાસ્ત્રના કાયદાને મનુષ્ય અવગણી શકે. પરંતુ કુદરતના દરબારમાં તેની સજામાંથી તે છટકી શકે નહિ. પછી ભલે તે એક અકિંચન નાગરિક હોય, કેઈ અબજપતિ હોય, કે દેશને વડેપ્રધાન હોય. છે. પશ્ચિમી વિજ્ઞાન અને વિચારસરણીએ હથિયાર વિના પણ બીજી રીતે હત્યા થઈ શકે તેવા રસ્તા શોધી કાઢ્યા છે. પોતે હત્યા ન કરતા બીજાને હાથે તેની જાણ વિના, વિના હથિયારે હત્યા કરાવી શકાય છે.
આ સંજોગોમાં આપણે આપણાં જીવનવહેવારમાં એવી સાવધાનતા રાખવી જોઈએ કે આપણે બીજા શેષણરેએ રચેલાં ષડયંત્રોના ભોગ ન બનીએ, હિંસાના ઉરોજક અને તેના પાપના ભાગીદાર આડકતરી રીતે અને અજાણપણે પણ ન બની જઈએ. - કેટલીકવાર એવું બને છે કે અજાણતાં – શુભ નિષ્ઠાથી પુણ્ય કમાવાના ઈરાદે-જે કાર્ય કરીએ છીએ તેથી મેળવેલાં પુણ્ય કરતાં બમણું પાપ કરવાના હેષિત બની જઈએ છીએ. - દા. ત. કસાઈવાડેથી પૈસા આપીને એક ગાય કે બળદ છેડાવીએ છીએ, તે પૈસામાંથી પેલે કસાઈ બે જાનવર ખરીદી લાવે છે.
અને તેમને કાયદેસર કતલને પાત્ર ઠરાવવા, સરકારે ઈરાદાપૂર્વક રાખેલી છટકબારીઓને લાભ લઈને, તે પશુઓની બે ફાડી નાખે છે. - અથવા તે વૃદ્ધ છે એમ કરાવવા તેના બધા દાંત નિર્દયતાપૂર્વક ખેંચી કાઢે છે અને ભૂખ તેમજ દુઃખથી રિબાવે છે.
અથવા મજબૂત લાઠી કે લેઢાના સળિયાના ફટકા મારી તેમના પગ ભાંગી નાખી તેને બિનઉપયોગી ઠરાવી તેમને કાયદેસર રીતે તલપાત્ર ઠરાવીને મારી નાખે છે. - ત્યારે આપણે એક ગાયને બચાવવા જતાં બે પશુઓને ઘેર યાતનાઓમાંથી પસાર કરાવી અંતે મૃત્યુને હાર પહેચાડાના પાપના અજાણપણે નિમિત્ત બનીએ છીએ. કુરતાપૂર્વકની આવી રીતિઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org