________________
૨૦૫
કુટુબીએમાં ઝઘડા થાય, આંતરવિગ્રહું થાય, રાજયના ભાગલા પણુ પડે અને રાજય નબળુ પડે.
માટે રાજા હમેશાં પોતાના રાજ્યના રક્ષણ અને સ્થિરતા માટે જે પોતાને પુત્ર ન હાય તા પોતાના કુટુંબીઓમાંથી પોતાને ચેાગ્ય લાગે તેના પુત્રને દત્તક લેતા, જે તેમના મરછુ પછી રાજયના વારસદાર બનતા.
અ ંગ્રેજોએ ભારતના સાર્વભૌમ રાજવીઓના આ ધામિક અધિ કાર ઉપર તરાપ મારી, તેમને તેમની પરવાનગી વિના દતક ન લેવાને અને દતક લીધે હાય તા તેને ન સ્વીકારવાના આદેશ આપ્યા. આ પગલા પાછળ તેમના હેતુ અપુત્ર મૃત્યુ પામેલા રાજવીના રાજ્યને ખાલસા કરી પોતાની હકૂમતમાં મેળવી લેવાના હતા.
રાજ્યાએ સધિ અનુસાર પાતાનાં લશ્કરી અને હથિયારા મર્યાદિત બનાવ્યાં હતાં અને તેમની રાજધાનીમાં અંગ્રેજ સૈન્યની છાવણીએ પડેલી હતી. એટલે તેઓ અંગ્રેજોને અરજી કરવા સિવાય ખીજું કાંઈ કરી શકવાની સ્થિતિમાં ન હતા. આજે પણ પ્રજાની એ જ સ્થિતિ છે. પશુઓની કતલ, જીવતાં પશુપક્ષીઓની નિકાસ, પવિત્ર સ્થળોએ કતલખાનાં, મચ્છીમાર કેન્દ્રો, અમાનુષી કરભારણ, મોંધવારી વધારે તેવાં પગલાં, કાયદા વગેરે સામે અરજી કર્યા સિવાય પ્રજા શું કરી શકે તેમ છે? અને એટલે તે આ તમામ અરજીઓ ઠુકરાવી દેવામાં આવે છે અને અરજીની નકલા કચરાપેટીમાં ફેંકી દેવામાં
આવે છે.
રાજાઓએ સેનાપતિ કાને નીમવા, દીવાન કાને નીમવા વગેર વિષચેચમાં પણ અ ંગ્રેજોની દખલગીરી આવી પડી અને અ ંગ્રેજો પાતાની કહ્યાગરી વ્યક્તિને તે મહત્ત્વનાં સ્થાને બેસાડવાની રાજાઓને ફરજ -
પાડવા લાગ્યા..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org