________________
૨૧૦
હિંદુઓ એમાંસ ખાય નહિ, મુસ્લિમ સૂવરનું માંસ નથી તા. અને મને એની સામે ધાર્મિક વધે છે. એટલે જે તેઓ આ ચરબી લગાડેલા કારતુસ માં નાખે તે સમાજ તેમનો બહિષ્કાર કરે અને તેમના માટે ઈસાઈ ધર્મ સ્વીકારવા સિવાય બીજો વિકલ્પ ન રહે.
લશ્કરે આ કારસે લેવા ના પાડી. અને તેમાંથી ૧૮૫૭નો મહાવિપ્લવ જાગી ઊઠશે.
એક વરસ ચાલેલા આ મહાવિગ્રહમાં ભારતીય સૈન્ય પરાજિત થયાં. તેમને આ પરાજય અંગ્રેજ સૈન્યની બહાદુરીથી નહિ પણ અંગ્રેજોને વફાદાર રહેલા શીખ સૈન્યની વીરતાથી થયે હતો. . -ચંધિએ રાજવીઓને ખંડિયા બનાવી દીધા - હવે પ્રદેશ છતવાનું કાર્ય પૂરું થયું. ભારતને હું ભાગ તેમના સંપૂર્ણ અને સીધા કબજા નીચે આવી ગયે હતે. બાકીનો ભાગ તે પ્રદેશના રાજવીઓ દ્વારા અંગ્રેજી અંકુશ તળે હતો. રાજવીઓએ સંધિ કરાર મુજબ પિતાના લશ્કરે વિખેરી નાંખ્યા હતા. અંગ્રેજી પલટણે તેમના પૈસે, તેમનાં રાજ્યમાં, તેમનો હુકમ ઉઠાવવાને ઈન્કાર કરતી, છાવણું નાખીને પડેલી હતી. તેમના સેનાપતિઓ અને દીવાને અંગ્રેજો પસંદ કરતા. - તેમના રાજકુમારે માટે ખાસ કોલેજો શરૂ કરવામાં આવી હતી,
જ્યાં અધ્યાપકો અને આચાર્યો અંગ્રેજો હતા. રાજકુમારને ત્યાં ફરજિયાત ભણવા જવાનું હતું. ત્યાં તેમના ટચૂકરે, કપેનિયને વગેરે પણ અંગ્રેજ હતા. આ બધાના પગારના અને વહીવટના ખરચ આ રાજવીઓને માથે ચડતા. આ રાજકુમારના અગ્રેજ કેપેનિયનો તેમને દારૂ, જુગાર અને ભોગવિલાસને રસ્તે ચડાવતા, તેમને પશ્ચિમી સંસ્કૃતિના ઉગે રંગી નાખતા, પરિણામે જ્યારે તેઓ ગાદીએ આવે ત્યારે ખરાબ ધન તરીકે ખ્યાતિ મેળવી પ્રજાનાં સ્નેહ અને ભક્તિ ગુમાવી દેતા.
કઈ રાજા મૃત્યુ પામે અને વારસદાર યુવરાજ નાની ઉંમરનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org