________________
૨૨૩
આપણે ત્યાં યુદ્ધ જેવા ક્ષેત્રમાં જ્યાં હરપળે મૃત્યુ થવા સંભવ છે ત્યાં પણ અનીતિ ન આચરવાના, દગોફટકા, ન કરવાના સખત નિયમ હતા. જીવનનું કઈ ક્ષેત્ર એવું નથી. જ્યાં આપણા પૂર્વજોએ ધર્મનું, ન્યાયનું, નીતિનું, સદાચારનું બંધન ન સ્વીકાર્યું હોય.
લડાઈ તે હવે પ્રજા માટે હતી જ નહિ, કારણ કે રાજવીઓ ઉપર અંગ્રેજોને સખત અંકુશ આવી ગયા હતે. પણ અંગ્રેજી સહશિક્ષણ અને પરદેશી સાહિત્યના પ્રભાવથી પ્રેમનું ક્ષેત્ર વિસ્તરતું હતું, અને તેમાં કશું ખોટું ન હોવાથી પહેલી ફિલસૂફીથી નવી પેઢીમાં ઉછુખલતા અને દુરાચાર પ્રસરવા લાગ્યાં.
આપણી દેશી બિનખર્ચાળ તમામ રમતનું સ્થાન ક્રિકેટ અને ટેનિસે આંચકી લીધું. ઘેડાગાડી સામંતશાહીનું પ્રતીક ગણાવા લાગી. આધુનિક જીવન હોય તો મટર જ જોઈએ. વરસ સુધી પેઢી દર પેઢી -ચાલે એવાં તાંબાપિત્તળના વાસણેનું સ્થાન કાચના વાસણએ લીધું કારણ કે તે અંગ્રેજો વાપરતા હતા.
લગ્નવિધિઓ, ધાર્મિક વિધિઓ એ બધું ઢંગ બની ગયું. અંગ્રેજે તે ક્યાં કરે છે? ન કરે તે તેમને શું નુકસાન થયું? એ ન કરવા છતાં જુઓને તેઓ કેવા આગળ વધી ગયા છે. આપણાં ક્રિયા
ડે તો બ્રાહ્મણેએ પોતાનાં પેટ ભરવા બનાવ્યાં છે એમ અંગ્રેજી પ્રાધ્યાપકોએ હિંદી વિદ્યાર્થીઓને સમજાવી દીધું. " બેટા ઈતિહાસ દ્વારા નવી પેઢીના મનમાં લઘુતા ગ્રંથિ પેદા કરી અને બ્રાહ્મણ વિરુદ્ધ તો એ પ્રચાર કર્યો કે આ દેશનું પતન થયું હોય તો એ વાંક બ્રાહણેને જ છે. હવે બ્રાહ્મણોના સુધરેલા નિગીણ પિતે બ્રાહ્મણ છે એમ કહેવામાં શરમ અનુભવવા લાગ્યા.
- કોઈ ભૂખ્યું ન સૂએ, કોઈ મુસાફરને ખાવાપીવાની અને રહેવાની અગવડ ન પડે, માટે દરેક ગામે અન્નક્ષેત્રો અને ધર્મશાળાઓ હતી. હવે નવી પેઢીના મનથી અન્નક્ષેત્રો એ આળસુને ઉત્તેજન આપવાના શો અને ધર્મશાળાઓ ગંદા આળસુના અખાડા ગણાવા લાગ્યા. હવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org