________________
[૨૩] બચતનાં મૂળભૂત સાધને ચૂલે એટલે રસેઈ કરવાનું સાધન. પછી છાણાં વડે બળતે માટીને ચેલે હય, કેલસાથી સળગતી સગડી હેય, કેરોસીન વડે અળતે પ્રાયમસ હેય, ઈલેક્ટ્રિક સગડી હોય કે ગેસને ચેલે હેય.
આજના યુગમાં મેટાં શહેરોમાં છાણાને ચૂલે નામશેષ થઈ ગયે છે. બાકીનાં ચારમાંથી પણ પ્રાયમસ અને ગેસના ચૂલાને વપરાશ વધતું જાય છે.
રસોઈનું સાધન બદલાયું તેની વિપરીત આર્થિક અસર થઈ પરંતુ સાધન બદલાયું તેની સાથે રસોઈ કરવા પાછળની જે ભાવના હતી તે ભાવના બદલાઈ ગઈ તેથી સમાજ છિન્નભિન્ન થઈ રહ્યો છે.
અલબત્ત, જેમ દારૂ પીનારને દારૂ પીવાથી થતા નુકશાનની પરવા નથી રહેતી, તેમ પરદેશી સંસ્કૃતિ અને પરદેશી રીતરસમનાં નશામાં ચકચૂર થયેલી શહેરી પ્રજાને પણ રસોઈ પાછળની બદલાઈ ગયેલી ભાવનાની ન તે સમજ છે કે ન તે પરવા છે.
ભારતીય સંસ્કૃતિમાં ચૂલ, ચરખ, ઘંટી, ખાંડણિયું અને વલેણું એ પાંચ દૈનિક ય છે, કારણ કે તેમની પાછળ સ્વાર્થ કિરતાં પરમાર્થની ભાવના વધારે રહેલી છે.
વડના ટેટાની એક નાનકડા બીજમાંથી જેમ એક વિશાળ વટવૃક્ષ ઊગી નીકળે છે, તેમ આ નાની સરખી દેખાતી પાંચ ક્રિયાઓ રૂપી બીજમાંથી બચતનું એક વિશાળ રાષ્ટ્રવ્યાપી વૃક્ષ ઊગી નીકળે છે, જે રાષ્ટ્રની સમૃદ્ધિમાં રોજ વધારો કર્યા કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org