________________
૧૩૮ સંપત્તિ પેદા કરનાર માનવશક્તિને આપણે માનવ ભંગારમાં ફેરવી નાખીને તેને શહેરની ફૂટપાથ ઉપર, હગ કરતા જઈએ છીએ. દેશમાં કોઈપણ રોજના ભંગાર કરતાં માનવભંગારને ગંજ માટે બને છે. માનવભંગારની સાથે માનવતાના ભંગારને પણ ગંજ વધતે. જાય છે. આ યંત્ર માટે માનવી
માનવતા, માનવી અને યંત્ર એ ત્રણમાંથી આપણે યંત્રને પસંદગી આપી છે. એટલે માનવીએ હવે યંત્ર ખાતર, યંત્રની અનુકૂળતા પ્રમાણે, જીવવાનું છે. માનવતાને મારી નાખીને તેના શબ ઉપર યંત્રના તાલ, સાથે તાલ મેળવીને નૃત્ય કરવાનું છે.
માનવતા મરી પરવારે છે ત્યારે માનવીની બુદ્ધિને વિશ્વમ થાય છે. તેને અંધકારમાં પ્રકાશ અને પ્રકાશમાં અંધકાર દેખાય છે. માનવતાને મારીને ફેંકી દીધા પછી આપણે સરકારને પણ વિનાશમાં પ્રગતિ, અને પ્રગતિના સાધનમાં વિનાશ દેખાય છે. ગાંડાને પણ સારા કહેવડાવે એવી રીતે દેશની સંપત્તિને નાશ તેઓ કરી રહ્યાં છે. * મૂડી અને આવકને નાશ - આપણું દરેક પશુ એ સરેરાશ બે હજાર રૂપિયાની મૂડી છે. બે હજાર રૂપિયામાંથી જેટલું વ્યાજ આપણે મેળવી શકીએ તેના કરતાં ઘણું વધારે આવક આપણે આ પશુઓ પાસેથી મેળવી શકીએ છીએ. છતાં તેમને નાશ કરીને મૂડી અને આવક અને ગુમાવીએ છીએ અને દેશ ઉપર દેવાને ગંજ વધારતા જઈએ છીએ.
દા. ત. સરેરાશ બે હજાર રૂપિયાની એક ગાય કે બળદ કે ઘેટી અનુક્રમે વર્ષે ૧૮૦૦ રૂપિયાનું દૂધ અને ૫૦૦ રૂપિયાનું બળતણ કે ખાતર, બળદ ૧૮૦૦ રૂપિયાની મજુરી અને ૫૦૦ રૂપિયાનું ખાતર, અને ઘેટી કે બકરી અનુક્રમે ૩૦૦ અને ૬૦૦ થી ૭૦૦૦ રૂપિયાનું દૂધ, ૧૦૦ રૂપિયાનું ખાતર અને ૧૫ રૂપિયાનું ન. આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org