________________
૧૧૧
અને લુંટાયેલ ખજાને ફરી કબજે કરી અમર કીર્તિ મેળવવાની એ તક જતી કરી, નજરાણું લઈ મહમૂદને જવા દે એ વાત ગળે ઊતરે તેવી નથી.
વળી કચ્છ પાર કરતાં તે મહમૂદ માટે વધુ મોટું જોખમ હતું. કારણ કે સિંધને રાજા હમીર સુમરે હિંદુ હતું અને મહમૂદને માટે દુશ્મન હતું. મહમુદ તેનાથી એટલે તે ડરતે હો કે જ્યારે પણ તે ભારત ઉપર ચડાઈ કરે ત્યારે પાછળથી હમીર સુમરા ઘા ન કરી જાય તે માટે પૂરી તકેદારી રાખ. આ ભયભીત મહમૂદ ભાગે છે
' જે મહમદને તેના દરબારીઓ હિમ્મતબાજ અને અતિ સાહસિક વર્ણવે છે, એ જ મહમૂદને હવે તેઓ ભયભીત, ત્રાસેલે અને ગભરાટમાં પુરપાટ નાસતે વર્ણવે છે. તે ભેજથી ડરે છે, વિશળદેવથી ગભરાય છે. કચ્છને લૂંટવાને બદલે તેને નજરાણું ધરે છે. તથા જે સંપત્તિ તેણે લટી છે તે પાછી ઝુંટવાઈ ન જાય તેની ચિંતામાં તે પૂરઝડપે નાસરે જાય છે. તે ગીઝની પહેચે છે ત્યારે તેના દેઢ લાખનાં રીન્યમાંથી માત્ર બે હજાર માણસે બચ્યા છે. તે પોતે હતાશા અને શ્રમથી માં પડે છે.
૫૦ હજાર ઊટે, ૩૦ હજાર ઘેડા, ૨૦ હજાર ઊંટ ઉપર -લાલી મહમદની અંગત સામગ્રી, ૩૦ હજાર ઊટે ઉપર લાદેલી યુદ્ધ સામગ્રી આ બધું નાશ પામ્યું તે પછી આ મોટી ખુવારી થઈ કયે થળે? સોમનાથની લડાઈમાં રણ ઓળંગીને ચાર ચાર મજબૂત કિલા પાસે ખમીરવંતા સૌ સામે લડતાં લડતાં અને પૂરઝડપે ૧૬૦૦ માઈલની પગે મુસાફરી કરીને અકબંધ રહેલી સેના શું સેમિનાથની દીવાલ પાસે ચેકિયાતે અને જૂનાગઢના ૧૦ હજારનાં રોન્યના હાથે નાશ પામી ગઈ? તેમ ન હોય તે પાછા વળતાં કઈ લડાઈ થઈ નથી. કદાચ કયાંય નાના છમકલાં થયાં હેય તે તેમાં એટલી ખુવારી ગાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org