________________
૧૧૦ હલે લઈ જ જોઈએ. કિલ્લામાં ભરાઈ બેસવાને કંઈ અર્થ નથી. કિલ્લામાં તે બળવાન અને મેટા સૌન્ય સામે આત્મરક્ષણ માટે જ આશ્રય લેવાય. ' વળી ભીમદેવ મહમૂદ આવ્યા ત્યારે તેને આબુના પહાડે વચ્ચે આબુરાજની મદદ વડે અટકાવતું નથી. પાટણ જેવા મજબૂત કિલ્લામાં રહીને તેની સામે લડત નથી. મઢેરાના ૨૦ હજાર રૌન્યને રવાણી આપતું નથી. સૈન્ય, સંપત્તિ, બધું છિન્નભિન્ન થઈ જવા દે છે તે પછી ૧૫-૨૦ દિવસમાં તેણે નવું રૌન્ય ક્યાંથી મેળવ્યું, અને મેળવ્યું તે કચ્છ અને બરડાના જેઠવાઓને સાથ લઈ મનાથ સુધી તેની પાછળ કેમ ન પડ? સોમનાથમાં થાકેલાં ઘવાયેલાં રીન્ય ઉપર તે જૂનાગઢના નવા સૈન્યને સાથે લઈને પણ ત્રાટકી પડીને મહમૂદને નાશ કરી શક્ય હેત. . આ બધું કરવાને બદલે એ ગાધવી કે કંથકોટના કિલ્લામાં ભરાઈને બેસી રહે એ માનવા જેવી વાત નથી. જે મહમૂદ કચ્છના
તે નાસી છૂટે તે હિંદુઓનાં ચાર મોટા ધામનું એક દ્વારકા રસ્તામાં આવે એને તેડવાને લેભ તેણે કેમ જાતે કર્યો હશે?
તવારીખકારે લખે છે કે ગાધવીમાં બેઠેલે ભીમદેવ મહમૂદ ઉપર હુમલે કરવાને બદલે મહમૂદને જોતાં જ ગાધવી છેડી નાસી ગયે. ભીમદેવનાં બળ, કીર્તિ અને રણ કુશળતા જેત, પાટણથી ગાધવી સુધીના બનાવે વિશે તેમણે જે કાંઈ લખ્યું છે એ બધી કળ કલ્પિત હકીકત લાગે છે.
કચ્છના રા'એ નજરાણું લઈને મહમૂદને જવા દીધે એ વાત પણ માત્ર ઉપજાવી કાઢેલી જ લાગે છે. તે સમયે કચ્છ બળવાન રાજ્ય હતું. તેની પાસે ૫૦-૬૦ હજારનું લશ્કર હતું. આજુબાજુનાં ઝાલેર, આબુ વગેરેનાં રાજ્ય પાસેથી તે વધુ કુમક મેળવી શકયું હોત અને મહમદના ઘવાયેલા થાકેલા અને ઘસાઈ ગયેલાં સૌને કચ્છના રણમાં કે બરડાના જંગલમાં સહેલાઈથી ખતમ કરી તેમનાથનું વેર લેવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org