________________
હેમચંદ્રસૂરીએ ચામુંડનાં દુષ્કર્મોને અને તેણે માલવરાજના હાથે ઘેર અપમાન સહેવાના પ્રસંગને ઉલલેખ કર્યો છે. કર્મો કરવાં એ યુદ્ધમાં પરાજિત થવા કરતાં વધુ કલંક્તિ છે એટલે હેમચંદ્રસૂરી વિશેની ગુજરાતી વિદ્વાની માન્યતા પણ બુદ્ધિગમ્ય નથી.
મહમૂદ ગઝનીની ભારત ઉપરની ચડાઈએ વિશે સહુ પ્રથમ લખનાર મહમદના દરબારમાં તેને આશ્રિત અલરૂબીની હતે. અને. મુસ્લિમ તવારીખકાએ અલરૂબીનીની તવારીખના આધારે તેમની તવારીખે લખી છે. આ તવારીખો વિશે બીજા કોઈ પુરાવાઓ નથી. અને તેઓ અલરૂબીનીનાં કથનને પણ વફાદાર રહ્યા નથી.
મહમૂદ ગઝની, અજમેરના રાજા વિશળદેવ, મેવાડના રાણા તેજસિંહ, ગુર્જરેશ્વર ભીમદેવ સોલંકી, (ભીમ બાણાવળી) સિંધને હિંદુ રાજા હમીર સુમરે અને જૂનાગઢને રા'નવઘણ પહેલે–એ બધા સમકાલીન રાજા હતા. મહમદ ઈ. સ. ૯૯૮માં ગીઝનીની ગાદીએ બેઠે. અને ઈ. સ. ૧૦૦૦માં ભારત ઉપર પહેલી ચડાઈ કરી. વિશળ દેવે ઈ.સ. ૧૦૧૬ થી ૧૦૬૪ સુધી અજમેરમાં રાજ્ય કર્યું. ભીમદેવ ઈ. સ. ૧૦૨૨માં પાટણની ગાદીએ બેઠા અને રાનવઘણ પહેલે ઈ. સ. ૧૦૨૦માં જુનાગઢની ગાદીએ આવ્યું. (ફાર્બસ કૃત રાસમાળા)
મહમૂદ ગઝની સિંધના સમા રજપૂતેથી બહુ ડરતે, અને જ્યારે પણ તે ભારત ઉપર ચડાઈ કરે ત્યારે સમા રજપૂતનું આક્રમણ આવી પડે તે રક્ષણની વ્યવસ્થા કરવાનું અનિવાર્ય સમજતે. આટલી હદે તેને સમા રજપૂતની બીક લાગતી. (શ્રી શંભુપ્રસાદ દેસાઈ કૃત સૌરાષ્ટ્રને પુરાતન ઈતિહાસ પાનું ૧)
ચંદ બારેટ એમના “પૃથ્વીરાજ રાસો' મહાકાવ્યમાં લખે છે કે મહમદ ગઝની સોમનાથ ઉપર ચડાઈ કરવા આગળ વધ્યું, ત્યારે અજમેરના રાજા વિશળદેવે મેવાડના રાણા તેજસિંહ અને બીજા હિંદુ રાજાએ સાથે મળીને તેને હરાવ્યું. મહમદ હારી જઈને, ઘાયલ થઈને નાટલ નાસી ગયે. ત્યાં તેણે હિંદુઓ ઉપર ભારે ત્રાસ વરતાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org