________________
શ્રી ઉપદેશા સાગર, વ્યાકુળ થઈ ગયાં પાસે એક વડનું ઝાડ જોઈ, ત્યાં વિશ્રાંતી લેવા બેઠાં. ત્યાં એક રાણીના ગળામાંથી હાર તૂટી જવાથી માતી નીચે પડી ગયાં. આથી તે રાણી રડવા લાગી, બીજી રાણી તૃષાથી, ત્રીજી રાણું ભૂખથી અને જેથી રાણી સવાભાવિક મનની અશાતિને લઈ રડવા લાગી, આથી પહેલી રાણીએ રાજાને કહ્યું કે, મને હાર પહેરાવી આપે, બીજીએ કહ્યું કે, પાણી લાવી આપે, ત્રીજીએ કહ્યું કે, મને ભૂખ લાગી છે માટે મૃગનું માંસ લાવી આપે, અને એથી મનની અશાન્તિ ટાળવા મધુરું ગાયન ગાવા કહ્યું. આ બધાને રાજાએ એકજ શબ્દમાં જવાબ આપે કે, મારી પાસે શર નથી.
આથી પ્રથમ રાણી સમજી ગઈ કે, મેં હાર પરાવી આપવાનું, કહ્યું પરંતુ રાજા પાસે શર એટલે દો નથી.
બીજી રાણું સમજી ગઈ કે, મેં પાણી માગ્યું, પરંતુ રાજા પાસે શર એટલે સરોવર નથી, તે પાણી ક્યાંથી લાવી આપે.
ત્રીજી રાણી સમજી ગઈ કે, મેં મૃગ મારવાનું કહ્યું પરંતુ રાજા પાસે શર એટલે બાણ નથી, તે મૃગને કેવી રીતે મારી શકે.
ચોથી રાણી સમજી ગઈ કે, મેં ગાવાનું કહ્યું, પરંતુ રાજાને શર એટલે વર નથી જેથી કેવી રીતે ગાઈ શકે.
આવી રીતે પ્રભુની વાણું એક જન સુધીમાં આર્ય, અનાર્ય, તિર્યંચ, મનુષ્ય અને દેવ સર્વ પિતતાની ભાષામાં એક સાથે સમજી જાય.
૪. વીસ જેડ ચામર પ્રભુને આકાશગત આપોઆપ વિઝાય. તે ચામર નીચેથી ઉપર જાય જેથી મનુષ્યને સમજાવે છે કે, હે ભવ્યજીવે ! પ્રભુની વાણીમાં વિશ્વાસ રાખશે તે નરકના અધિકારી મટી, ઉર્વ એટલે ઉંચી મોક્ષની અને દેવલકની ગતિના અધિકારી થશે.
૫. ફટક રત્નમય સિંહાસનને દેખાવ થઈ આવે તે ઉપર પ્રભુ સિંહ આસને બિરાજે.