________________
શ્રી ઉપદેશ સાગર. શબ્દ સાંભળતાં જ તેણી એકદમ હર્ષના આવેશમાં આવી ગયું, કાગળને વધાવી લઈ માથે ચડાવ્યો અને કાસદને ખુશી કરી વિદાય કર્યો. પછી કાગળ વાંચવા લાગી, પણ ઉતાવળથી લખેલે હોવાથી બરાબર અક્ષર વાંચી શકાય તેમ નહોતા, જેથી કાગળ લઈ રસ્તા૫ર કેઈ આવતા જતા પાસે કાગળ વંચાવવા ઉભી રહી. રસ્તે જતા એક સારા માણસને જોઈ કહ્યું કે, ભાઈ ! કૃપા કરી આ કાગળ વાંચી આપે તે સારૂં. તે માણસે કાગળ હાથમાં લીધા. એવામાં બીજા પાંચ-સાત માણસે એકઠા થઈ ગયાં, અને શું છે, શું છે? કરી ગરબડ કરવા લાગ્યાં. તે બાણ કાગળ સાંભળતાં ખલેલ પહોંચવાથી કહેવા લાગી કે, ભાઈ ! જરા ધીમેથી બેલે અને આ કાગળ જરા સાંભળવા દ્યો તો સારૂં, તેમ કાગળ વાંચનારને પણ આજીજી કરે છે કે, ભાઈ ! જરા ફરી બરાબર વાંચી સંભળાવે તે સારૂં. આમ આ બાઈને તે કાગળ અને વાંચનાર તરફ જેટલું લક્ષ છે, તેટલું બીજા પાસે ઉભા રહેનારને ન જ હોય એ સ્વાભાવિક છે. (આ દાખલે સિદ્ધાંતપર ઉતારી શકાય છે.) સુશિલા પતિવ્રતા બાઈ તે ભવ્ય જીવ સમાન અને પતિ તે પ્રભુ સમાન. કાગળ સમાન સિદ્ધાંતશાસ્ત્ર, અને વાંચનાર સમાન સાધુ, તે બાઈને પિતાના પતિની ખબર જાણવી હતી જેથી સાધુરૂપ એક પરોપકારી, ઠરેલ માણસ પાસે કાગળ વંચાવતી હતી, પરંતુ વચ્ચે બીજા નકામા માણસે કોલાહલ કરી સાંભળવા દેતા નહાતા, તે પજુસણયા શ્રાવક જેવા. તે બાઈ જેમ વચ્ચે બીજાને ગરબડ કરવા ના પાડતી તેમ ભવ્ય જીવ પ્રભુની વાણી સાંભળતા વચ્ચે બીજાઓને ગરબડ કરતા જોઈ હાથ જોડી સર્વને કહે કે, ભાઈઓ! સાંભળો અને સાંભળવા ઘો, એમ કહી જેમ તે બાઈ ફરી કાગળ વંચાવે તેમ ભવ્ય જીવ સાધુને ફરી ફરી વાંચી સંભળાવવાનું કહે. આ પ્રમાણે પ્રભુએ આણંદાદિક ગૃહસ્થ સમક્ષ કથા શ્રવણ કરવાનું યથાર્થ સવરૂપ બતાવ્યું. વળી પ્રભુ કહે છે કે,
હે ભવ્ય છે ! હદય ભક્તિ અને વિનયવાળું થશે ત્યારે