________________
શ્રી માણું શ્રાવનું ચરિત્ર.
.
એમ કહી શેઠ વિદાય થયા. પાછળ ઘરમાં સુશિલા એકલીજ હેતી, નવરાશના વખતમાં ધમ પુસ્તક વાંચી વિસ વ્યતિત કરતી. તે હુમેશા એક વખત જમતી, જમીનપર પથારી કરતી, અને સવ અલકાર રહિત સાદા વસ્ત્ર પહેરતી, એ પ્રમાણે દિવસે પસાર કરતાં છ માસમાં એક દિવસ માકી રહ્યો એટલે પાતાના હૃદયમાં આનંદ પ્રાપ્ત થયા કે આવતી કાલે જરૂર માણુ પતિ પધારશે, ઘરની અંદર પ્રથમની માફક સ્વચ્છતા કરી અને પુરુષને બેસવાનુ આસન વગેરે તૈયાર કરી ખીજે દિવસે ન્હાઈ ધેાઇ શણગાર સજી, સેાઈ તૈયાર કરી પતિની રાહુ નેતી ખારીએ બેઠી. તે આખા દિવસ ચાલ્યા ગયા, પરંતુ પતિ આવ્યા નહિ જેથી વિચાર કર્યો કે ટ્રેન ચૂકી ગયા હશે. આવતી કાલે જરૂર આવશે. બીજે દિવસે પણ તે પ્રમાણે તૈયારી કરી રાખી. તે દિવસે પણ આવ્યા નહિ. આમ હુંમેશાં રાહ જોતા ખીજા છ મહિના પસાર થઈ ગયા, અને મિલકૂલ કાગળપત્ર કે સમાચાર નહિ હાવાથી સુશિલા બહુજ ચિંતાતુર રહેવા લાગી. છેવટ બે વર્ષે, પાંચ વર્ષ અને બાર વર્ષ થઈ ગયાં, પરંતુ કાંઈપણ સમાચાર નહિ આવવાથી સુશિલા કલ્પાંત કરવા લાગી, અને વિચારવા લાગી કે, અરે! મારા પતિ કેમ ન આવ્યા? શું થયું હશે ? છ માસને બદલે બાર વર્ષ પુરા થયાં, પણ આવ્યા નહિ તે હુ કયાં જાઉં, અને કાને પુછ્યું. આમ વિચારમાં ને વિચારમાં બીજા પણ ખાર વર્ષ પૂછ્યું થયાં. જરૂર મારા પતિ સટમાં આાવી પડયા હશે, અથવા નાદુરસ્ત તબિયતને લીધે પત્ર લખી શકયા નહિ હોય, જેમ પાંખ વિનાનું પક્ષી, સૈન્ય વિનાના રાજા, ધન વિનાના વાણીયા, પુત્ર વિનાનું કુટુંબ, ને આંખા વિનાનુ શરીર ચાલે નહિ, તેમ ણિ વિનાની ધણિમાણી શૈાભાને પ્રાસ નથી, માટે હવે હું અનસન વ્રત (સંથારા) કરી આત્માનું કલ્યાણુ કરૂં. વળી વિચાર થયા કે, હું સ ંથારા કરૂ અને કદાચ મારા પતિ ઘેર આવે તે તેમને મારા વિચાગનું દુઃખ સહન કરવુ પડે. એવામાં એક કાસદ કાગળ લઈને આવ્યા, કાસદના