________________
શ્રી ઉપદેશ સાગર. રીતે વસ્તી પણ છેઠી હોય, અને તીર્થંકર ભગવાનને સસરણ ચાર ગાઉમાં થાય. ત્યાં સુધી માણસે પહોંચી શકે નહિ, અને ફાલતુ જગ્યા ખાલી પડી રહે તે દેને ગમે નહિ જેથી ખાલી જગ્યામાં હીંચણ પ્રમાણે પાંચ રંગના ફૂલના ઢગલા કરે, અને તેથી દૂરથી આવનાર માણસ દેખાવ જોઈ પ્રસન્ન થાય.
૩. પ્રભુની વાણ, તે કેવી હોય છે કે, દિવ્ય એટલે અલક, વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણે લોકમાં પ્રભુ જેવું કંઈ બોલનાર નથી, તેવી ધવની એટલે અવાજ. તે અવાજ માલકેષ રાગ સહિત હય, (માલકોષ રાગને ગુણ એ છે કે, કેઈ પુરુષ ખરેખરા માલકોશ રાગને જાણ હોય, અને તે રાગ ગાતી વખતે પોતાની સામે સવામણ પત્થરની શલ્યા સુધી હોય તેમાંથી પાણીના ઝરણા ઝરે, અને તે રાગ પૂર્ણ થતા શલ્યા પાણી રૂપ થઈ જમીનમાં મળી જાય. તેમ પ્રભુ સન્મુખ કેઈ પત્થર જેવી કઠણ છાતી કરી કે હોય તે તેનું હૃદય પણ પ્રભુની વાણીથી નમ પાણુ જેવું થઈ જાય.) તે પણ અર્ધ માગધી ભાષામાં પ્રભુ પ્રકાશે કે જેથી આર્ય, અનાર્ય, દેવ, મનુષ્ય અને તિર્યંચ વગેરે સર્વે સાથે એકજ શબ્દમાં સમજી શકે.
દાખલા તરીકે, કોઈ વિદ્વાન માણસ કામ પ્રસગે બહાર ચાલ્યો જતો હતો. રસ્તામાં કેટલાક માણસો એકઠાં મળી વાર્તાલાપ કરતાં હતાં તેમાંથી છેડા માણસ એ રસ્તે જતા વિદ્વાન માણસને બોલાવી કહ્યું કે, ભાઈ, કૃપા કરી જરા અમારા મનનું સમાધાન કરતા જાવ. તે વિદ્વાન માણસે કહ્યું કે, આપ સર્વને જે પુછવું હોય તે પુછે. દરેકના પ્રશ્નને હું એકજ શબ્દમાં જવાબ આપી દઈશ. - ૧ પ્રશ્ન-જીવતરનું લક્ષણ શું?: ૨ પ્રશ્ન–કામદેવની સ્ત્રીનું નામ શું? ૩. ફૂલની ઘણું જાત છે, તેમાં ઉત્તમ જાત કઈ ? ૪ કુંવારી કન્યા પરણ્યા પછી ક્યાં જાય?
આ ચારે પ્રશ્નને તે પતે એક સાથે જવાબ આપે કે,