________________
અથ શ્રી આણંદ શ્રાવનું ચરિત્ર નાકને વાયરે ઉડે એવાં, મૂલ્ય ઘણું અને વજન થોડું એવાં વા પહેર્યો, ઉપર પુરુષને લાયક આભરણ-અલંકાર ધારણ કર્યો. કપાળે કંકુને ચાંલ્લો કર્યો, અને કઠે ફલને હાર, અને મસ્તકે ફૂલની માળાઓથી ગુંથેલ છત્ર ધરાવતે એક હજાર માણસે સાથે, ઘેર ગા–ઘેડા છતાં પગે ચાલીને મોટા આડંબર સહિત વાણીયગામની વચ્ચે વચ્ચે થઈને નીકળ્યાં, અને જ્યાં ઇતિપલાસ વનમાં પ્રભુ બિરાજે છે, તે તરફ ચાલ્યાં. દુરથી પ્રભુનાં અતિશય જોયાં, અને ઉત્સાહભાવથી નીચેના તે આણ પ્રતિહારનાં જ પ્રથમ દર્શન કર્યું - गाथा-अशोक वृक्षं, सुर पुष्प वृष्टि,
दिव्य वनि, चामर मासणंच; भामंडळ, दुंदुभी रात पत्र,
अष्ट प्रतिहारि, जीनेश्वराणी ॥१॥ અર્થ:-૧. અરિહંત ભગવાન જ્યાં બિરાજે અથવા ઉભા રહે, ત્યાં ભગવાનના શરીરથી બાર ઘણું ઉંચું અશોક (આસોપાલવનું) વૃક્ષ તત્કાળ થઈ આવે. તે ઝાડ ઘણુંજ જોવાલાયક, મૂળ પાસે સ્વચ્છ ચેતર, વચ્ચે વચ્ચે ઝાડ, ડાળ કે શાખા જરાપણ આધીપાછી નહિ, ગુલાબના ગોટા જેવું ખીલેલું, ફળફૂલ સહિત, મધુર પવનથી નીચે નમતી નાની લત્તાઓ જાણે આવનાર માણસને સમજાવતી ન હોય કે, તમે પ્રભુને શરણે પધારે એવું અશોક વૃક્ષ પ્રથમ આણંદજીએ જોયું.
૨. માણસ બેસે તે વચ્ચે રહેલી ખાલી જગ્યામાં પાંચ રંગના કુલના ઢગલા જોયાં. તે ફૂલ કેવાં હેય, કોણે, શા માટે કર્યો? તે કે, ફૂલ દેવતાની શક્તિથી વિજ્ય બનાવેલાં, જળમાં ઉત્પન્ન થયેલાં કમળ પ્રમુખ તથા સ્થળમાં ઉત્પન્ન થયેલાં ગુલાબ, કેતકી, કેવડાદિક જેવાં અચેત (જીવ રહિત), સુગધે કરી સહિત. એમ કરવાનું કારણ એ જ કે, ગામ નાનું હોય ત્યાં સ્વાભાવિક