________________
છે, અને સાથે સાથે તેઓશ્રીનું શ્રમણજીવન પણ કેટલી ઉચ્ચ કક્ષાનું છે તે પાઠક મહાશયને જણાવવાનું તે ખૂબ જ મન થાય છે. કારણ કે ઉત્તમપુરુષના ગુણગાન કરવાથી. આપણામાં પણ ઉત્તમ ગુણે પ્રાપ્ત થાય...છતાં પૂજ્યશ્રીએ મને પ્રસ્તાવના લખવાનું જણાવતાં પહેલાં જ “તેમાં મારા ઉત્કર્ષની વાત ન જ આવવી જોઈએ” એમ જણાવેલ હોવાથી તેઓ શ્રીની આજ્ઞાનું પાલન કરવા તે વિશે હું કશું ય લખતું નથી. પરંતુ આજ સુધીમાં તેઓશ્રીની કલમથી આલેખાઈને બહાર પડેલ જ્ઞાનસાર, પ્રશમરતિ પ્રકરણ, હારિદ્રીય અષ્ટક, વીતરાગ સ્તોત્ર વગેરેના તથા પ્રસ્તુત પુસ્તકના પઠન-પાઠન દ્વારા ચિંતન અને મનન કરનાર સાધકે તેમજ વિદ્વાને તેઓશ્રીની વિદ્વત્તા સ્વયમેવ સમજી શકશે. તેમજ આ વિવેચન લખવામાં તેઓશ્રીએ ધર્મરત્ન પ્રકરણ, યેગશાસ્ત્ર, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રની અર્થ દીપિકા ટીકા, તત્વાર્થ ભાષ્ય, તત્વાર્થ હરિભદ્રોય ટીકા, તવાર્થ સિદ્ધર્ષિ ગણિકૃત ટીકા, પંડિત પ્રભુદાસ બેચરદાસભાઈ પારેખે લખેલ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને દિગમ્બરીય
કાર્તિક, રાજવાર્તિક, સર્વાર્થસિદ્ધિ વગેરે અનેક ગ્રન્થને આધાર લીધેલ છે તે ઉપરથી પણ તેઓશ્રીની વિદ્વત્તાને વાચકવર્ગને અવશ્ય ખ્યાલ આવશે જ.... વીર સંવત ૨૫૦૨ શ્રીપુખરાજ અમીચંદજી કેકારી વિક્રમ સંવત્ ૨૦૩૨ ના શ્રી યશોવિજયજી જૈન માગસર વદ-૧૦
સંસ્કૃત પાઠશાલા અને શનિવાર તા. ૨૭૧૨-૭૫. શ્રી જૈન શ્રેયસ્કર મંડળ
મહેસાણુ...(ઉ. ગુ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org