________________
કપ્રિય થાય છે. અને લોકપ્રિીતિ મેળવવામાંજ ગૃહસ્થ જીવનની ઉચ્ચતા ગણાય છે, તેથી ઝં. થકારે “કૃતજ્ઞ, અને લેકવલ્લભ થવા રૂપ” અઠયાવીસમા અને ઓગણત્રીશમા ગુણો સારા વિવેચન સાથે દર્શાવ્યા છે. કૃતજ્ઞતાના ગુણ ઉપર વસંતપુરના જિતારિ રાજાને અને લેકવલભપણુના ગુણ ઉપર અભયકુમાર મંત્રીને રસિક દૃષ્ટાંત આપી, ગ્રંથકારે એ ઉભય ગુણનું ગૌરવ યથાર્થ પ્રતિપાદન કરેલું છે.
ગૃહસ્થ કૃતા અને લોકપ્રિય થયો હોય છતાં પણ જે તેનામાં લજજા કે દયા ન હોય તે તે ન્યૂનતાવાળો ગણાય છે. તેથી ઉત્તમ ગૃહસ્થ લજજા અને દયા ધારણ કરવી જોઈએ, તેથી ગ્રંથકારે તે પછી “સલજ અને સંદર્ય રૂપે ત્રીશ અને એકત્રીશમાં ગુણોનું યથાર્થ દિર્શન કરાવ્યું છે અને તેની પુષ્ટિને માટે અણહિલપુરપાટણના મહારાજા કુમારપાળના મંત્રી આંબડ દેવ અને મહારાજા વિક્રમાદિત્યના સુબોધક દષ્ટાંતિ આપવામાં આવ્યા છે. અહિં સુધી ગૃહસ્થના વર્તન સંબંધી ગુણ દર્શાવ્યા પછી ગ્રંથકાર તેના આતગુણોનું વર્ણન કહી બતાવે છે કે જે ગુણે ગૃહસ્થ શ્રાવકની માનસિક ઉચ્ચતાને દર્શાવનારા છે. ઉત્તમ સ્વભાવના પ્રભાવને દર્શાવનાર ગૃહસ્થ પ્રથમ તો સૌમ્ય-મનહર આકૃતિવાળો હોવો જોઈએ. દર્શનીય, અને પ્રસન્ન મૂર્તિ ગૃહસ્થના દેખાવ ઉપરથી તેના આંતરગુણો જણાઈ આવે છે. ભયજનક આકૃતિવાળા પુરૂષ દુર્ગણી હેઈ લેકેને ઉકેગનું કારણ બને છે. તેથી ગ્રંથકારે “સામ્ય) નામે બત્રીશ ગુણ દર્શાવી રાજા વીરવળનું આકર્ષક દષ્ટાંત આપ્યું છે.
જે સૌમ્ય હોય તે પરોપકારી હોવો જોઈએ. તેમ વળી પરોપકારના ગુણ વગરની સૌમ્યતા નકામી ગણાય છે, તેથી તે ગુણની પછી જ તેત્રીશમા ગુણ તરીકે પોપકારને ગણે છે. ચં. થકારે આ સ્થળે પરોપકારના માહામ્યને દર્શાવનારું સારું વિવેચન કરેલું છે. તે ગુણને આકર્ષક બનાવવા માટે વિકમ અને ભરત રાજાના સુબોધક દષ્ટાંત આપવામાં આવેલા છે. જે વાંચવા ઉપરથી પ૫કારનો અભુત પ્રભાવ વાંચના જાણવામાં આવી શકે છે. ઉપર કહેલા સર્વ ગુણોથી યુક્ત થયેલા ગૃહસ્થને સાંસારિક પ્રવૃત્તિઓ વિષમય એવા વિષય જાળમાં ખેંચી ન જાય તેથી છેવટે “અંતરંગ શત્રુ જેવા કામ ક્રોધાદિને ત્યાગ કરવારૂપ” ચોત્રીશ. ગુણ દર્શાવ્યો છે. તે પ્રસંગે એ આંતશત્રુઓનું યથાર્થ સ્વરૂપ બતાવી ગ્રંથકારે ગૃહસ્થને અને ધ્યાત્મ માર્ગ તરફ વાળવાની સૂચના કરી છે. અને તેની પછી છેવટે “ઇંદ્ધિને વશ કરવારૂપ” પાંત્રીશમા ગુણનું સર્વોત્તમ દિગ્દર્શન કરાવ્યું છે. આ મહાન અંતિમ ગુણેને અતુલ પ્રભાવ દર્શાવવામાં ગ્રંથકારે પિતાનું ખરેખરું પાંડિત્ય પ્રગટ કરી બતાવ્યું છે. અને છેવટે આ માર્ગાનુસારી પાંત્રીશ ગુણો કે જેઓનું સેવન કરવાથી અભ્યદય આપનારા ઐશ્વર્યને પ્રાપ્ત કરી ભવ્ય પુરૂષ સમ્યકત્વ સહિત નિર્મલ બાર વ્રત રૂપ શ્રાવકધર્મને પ્રાપ્ત કરી એક્ષપદના અધિકારિી થઈ શકે છે.
એકંદર આ ગ્રંથ ગૃહસ્થ શ્રાવક જીવનના માર્ગદર્શક તરીકે બહુ ઉપયોગી છે. આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાના સંબંધમાં જેટલું ધારીએ તેટલું કહી શકાય તેમ છે. ગ્રંથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org