________________
ઉપર કહેલા બધા ગુણ પ્રાપ્ત કર્યો હોય તે છતાં જે પિતાના ઘરવ્યવહારની સ્થિતિને વિચાર કર્યા વગર ઉડાઉપણે ખર્ચ રાખે છે તેની વ્યવહાર નૌકા ચાલી શકતી નથી, તેથી તે પછી જ “આવકના પ્રમાણમાં ખર્ચ રાખવાને બારમે ગુણ વર્ણવી બતાવવામાં આવ્યું છે. ગૃહસ્થ ઉપાર્જન કરેલા દ્રવ્યમાંથી કેવી રીતે વ્યય કરે અને ઉપયોગ કરે, તે વિષે આ પ્રસંગે ઘણું વિવેચન કરી એક પણ શ્રેણીનું અસરકારક દષ્ટાંત આપેલું છે. અને વૈભવને અને નુસાર ખરચ કરનાર ગૃહસ્થ પ્રતિષ્ઠા, યશ, પુણ્ય, સુખ અને સંપત્તિ સારી રીતે મેળવી પિતાના ગૃહસ્થાવાસને સારી રીતે દીપાવે છે, એમ પ્રતિપાદન કર્યું છે.
ગૃહસ્થ આચિત વ્યય કરનાર હોય પણ જે તે ગૃહસ્થને છાજે તેવો વેશ પહેરે નહીં તે તે ગૃહસ્થ પિતાની પ્રતિષ્ઠાને યથાર્થ જાળવી શકતો નથી, તેથી તે પછી ગ્રંથકારે વૈભવને અનુસાર વેષ રાખવાને તેરમે ગુણ વર્ણવી બતાવ્યો છે. આ ગુણને અંગે માંગલ્યના સ્વરૂપનું વિવેચન કરી તે વિષે કર્ણ દેવનું મનોહર દષ્ટાંત આપ્યું છે. જે મનન કરવા જેવું છે.
માંગલ્ય વેષથી બાહેર સ્વરૂપ વડે સુશોભિત દેખાતે ગૃહસ્થ બુદ્ધિના આંતર સ્વરૂપથી રહિત હોય તે તે ઉત્તમ ગણાતું નથી, તેથી બુદ્ધિના આઠ ગુણ મેળવવા રૂપ ચૌદમા ગુણનું વર્ણન કરી બતાવ્યું છે. અને તે ઉપર નારદ અને પર્વત નામના બે વિદ્યાર્થીઓનું સુબોધક ઉદાહરણ આપેલું છે.
બાહ્ય અને આંતર સ્વરૂપથી યુક્ત થયેલો ગૃહસ્થ જે સતત ધર્મશ્રવણ કરતે ન હોય, તો તે વૃથા જીવનવાળો ગણાય છે, તેથી તે ગુણની પછી “ધર્મ શ્રવણ કરવારૂપ પનરમા ગુણનું વર્ણન કરી તે સંબંધે મણિકાર શ્રેષ્ટી અને સુદર્શન શ્રેણીના દસ્કૃતિ આપવામાં આવ્યા છે, જે ઉપરથી વાચક અને શ્રોતા-ઉભયના હૃદય ઉપર ધર્મશ્રવણના મહિમાનું સ્વરૂપ પ્રગટ થઈ આવે છે.
બાહ્ય અને આંતર સ્વરૂપની શુદ્ધિવાલ ગૃહસ્થ શ્રાવક શાસ્ત્ર શ્રવણ કરતા હોય પણ જે તે ધર્મના સાધનરૂપ અને ચિંતામણિરૂપે ગણાતા આ મનુષ્ય શરીર તરફ ઉપેક્ષા રાખી આહાર વિહારના નિયમો પાળી શકતો ન હોય તે તે અવિચારી પુરૂષ ગણાય છે, તેથી તેને માટે સંપાદન કરવા યોગ્ય “અજીર્ણમાં ભેજનને ત્યાગ અને સકાલે ભજન કરવારૂપ સોળમા તથા સત્તરમા ગુણનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તે વિષે ધર્મના શાસ્ત્રીય નિયમે દર્શાવવામાં આવ્યા છે.
સર્વ ગુણસંપન્ન ગૃહસ્થ ગૃહાવાસમાં રહીને ધર્મ, અર્થ અને કામ સાધવા જોઈએ અને પિતાને ઘેર આવેલા યોગ્ય અતિથિને સત્કાર કરેલો જોઈએ. આ વાત સિદ્ધ કરવા માટે
ત્રિવર્ગને સાધના કરવારૂપ” અઢારમા અને બે અતિથિની ભક્તિ કરવારૂપ” ઓગણીશમાં ઉચ્ચ ગુણોનું ગ્રંથકારે સપ્રમાણ વિવેચન કરેલું છે. ત્રિવર્ગનું વિવેચન અને અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org