________________
તેને જ ન જાણ્યાં એનો અર્થ કશુંય ન જાણ્યું એમ થાય. જે જાણવાનું ન હતું તે જાણી લીધું, અને જે જાણવાનું હતું તે ન જાણ્યું. જ્ઞાતા અને દષ્ટાને ન જાણ્યા. માત્ર શેયને જાણ્યું, પદાર્થને જાણ્યો તે તો આંખો બંધની બંધ જ રહી. ઊઘડી નહિ. પરમ : અપરમ
જીવન ચલાવવા માટે છે અપરા વિદ્યા અને પરા વિદ્યા છે સત્યને જાણવા માટે. જૈનદર્શનમાં બે શબ્દો છે - અપરમ અને પરમ. આચારાંગ સૂત્રમાં પરમ શબ્દનો પ્રયોગ મળે છે. આચાર્ય કુન્દકુન્દ પણ અપરમ અને પરમ શબ્દોનો ઘણો પ્રયોગ કર્યો છે. માણસો બે પ્રકારના હોય છે. પરમમાં સ્થિત અને અપરમમાં સ્થિત. પરમમાં સ્થિત હોવું, પરમને જોવું એ વાસ્તવિક સત્યને જોવું કહેવાય. અપરમમાં જ રહી જવું એ નીચે રહી જવું છે. વ્યવહારની ભૂમિ પર સ્થિત થવું છે. પરમનો એક અર્થ છે નિર્વાણ. એનો એક અર્થ છે પરમાર્થ. એનો એક નવો અર્થ છે પારિણામિક ભાવ. ભાવ પાંચ છે. તેમાંનો એક ભાવ છે પરિણામિક ભાવ. એક બીજો ભાવ છે ઔદયિક. કર્મનો ઉદય થાય અને તેના ઉદયને લીધે આપણી અનેક | અવસ્થાઓ થાય. કર્મને લીધે થતી અવસ્થા ઔદયિક ભાવ છે. બીજો એક ભાવ છે ક્ષાયોપથમિક ભાવ. જ્યારે કર્મનો ઉદય ઓછો થાય, પ્રકૃતિ ક્ષીણ થાય ત્યારે ક્ષયોપશમનો ભાવ હોય છે. એથી થોડું જ્ઞાન પ્રગટ થાય છે, ચેતના જાગે છે. આપણા જ્ઞાનની ચેતના જાગે છે, દર્શનની ચેતના જાગે છે. આપણું અસ્તિત્વ : પારિણામિક ભાવ
ઔદયિક ભાવ અને લાયોપથમિક ભાવ એ બન્ને કર્મની સાથે સંકળાયેલા છે. ઔદયિક ભાવ પૂર્ણ કર્મ સાથે સંકળાયેલો છે અને ક્ષાયોપથમિકભાવ પણ કર્મ સાથે સંકળાયેલો છે. પરિણામિક ભાવ એક એવો ભાવ છે જેમાં કર્મનો કોઈ સંબંધ નથી. કોઈ પ્રયોજન નથી. પારિણામિક ભાવ એ આપણું અસ્તિત્વ છે, અર્થાત્ 'હું છું. મારો આત્મા છે.” જો ઔદયિક ભાવ હોત તો આત્મા બિલકુલ દબાઈ જાત. આપણી | અંદર પરિણામિક ભાવની એક આગ સળગી રહી છે, એક જ્યોત જલી રહી છે. તે અસ્તિત્વને કદીય આમ તેમ થવા દેતી નથી. એને આધારે જ ! આપણું અસ્તિત્વ ટકી રહ્યું છે. નહિ તો કર્મના પરમાણુઓનું સખત આક્રમણ આત્માને કયારનોય ખતમ કરી નાખત. આટલો લાંબો સમય વીતી ગયો.
સમયસાર ... 16
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org